Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા યોજાઈ અનોખી 'ફન વોક':
આજના ડિજીટલ યુગમાં માણસ માનસિક રીતે મોબાઈલની વધુ નજીક છે અને સ્વજનોથી દૂર છે. વર્ચ્યુઅલ દુનિયામાં ડૂબી ગયેલો માણસ હકીકતની દુનિયામાં સંબંધોથી અને સાચા જીવનથી અજાણે અલગ થતો જાય છે. જામનગરમાં લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા મોબાઈલના વળગણને દૂર કરવાના સંદેશને રચનાત્મક રીતે અભિવ્યક્ત કરવા માટે રવિવારે 'ફન વોક'નું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૧ થી ૧૭ વર્ષના બાળકો દ્વારા જ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને 'ડિજીટલ ભવિષ્ય' સંતુલિત બનાવવાની વાત કરવામાં આવી હતી. શ્રી સત્યસાઈ સ્કૂલ, પેલેસ ગ્રાઉન્ડ આસપાસના ૩ કિમીની વિસ્તારમાં ૮ સ્થળે બાળકો દ્વારા વિવિધ ગેમ્સ રમી, બેનરો પ્રદર્શિત કરી તથા સંવાદો કરી જીવનની નવી રાહ ચિંધવામાં આવી હતી. આયોજક સંસ્થાના ૨૦ યુવાન દ્વારા ૧૧૦ સ્વયંસેવકની ટીમ બનાવી સમગ્ર આયોજન સાકાર કરવામાં આવ્યું હતું. આ અનોખી 'ફન વોક' લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી તથા તેનો પ્રેરક સંદેશ લોકપ્રિય થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial