Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના મોટા ભાવડા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન
ખંભાળિયા તા. ૩૦: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ હેઠળ દેવભૂમિ દ્વારકાના મોટા ભાવડા ગામે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા અધિક મુખ્ય સચિવશ્રી ડો.જયંતિ રવિએ બાળકોને વિવિધ શ્લોક સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા(ઓખામંડળ) તાલુકાના મોટા ભાવડા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ ૨૦૨૫ ઉપક્રમે સરકારના અધિક મુખ્ય સચિવ ડો જયંતિ રવિએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ બાળકો સાથે વાત કરીને તેમને હાથ ધોવાની આદર્શ રીત સમજાવી હતી અને અન્નદાતા, અન્નકર્તા અને અન્નભોકતા સુખી ભવઃના પાઠ બોલાવ્યા હતા. તેમજ સ્વચ્છ રહેવા, હસતા રહેવા અને ભણતા રહેવા શીખ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ બાળકો સાથે સંવાદ સાધીને તેમણે પૌષ્ટિક જમવા, રમવા અને ભણવા પ્રેરણા આપી હતી. ઉપરાંત વાલીઓને પણ બાળકીઓ અને બાળકોને સમાન રીતે કેળવણી થાય તે માટે બાળકો પણ ઘરકામ કરતા શીખે અને બાળકીઓ પણ મેદાનમાં રમતો રમે તે જોવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડીના ૬ કુમાર અને ૨ કુમારી એમ કુલ ૮, બાલવાટિકાના ૭ કુમાર અને ૫ કુમારી એમ કુલ ૧૨, ધોરણ ૧ના ૯ કુમાર અને ૧૧ કુમારી એમ કુલ ૨૦ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ બાદ બાળકોએ સમૂહ પ્રાર્થનાગાન કર્યું હતું તેમજ મહાનુભાવોનું સ્વાગત ખેસ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં વિવિધ સ્કોલરશીપ પરીક્ષામાં સિલેક્ટ થનાર તેમજ શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી અમોલ અવતે, જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર. જાડેજા, સરપંચ ગામ અગ્રણીઓ અને ગ્રામજનો તેમજ શાળાના બાળકો અને શિક્ષકો વગેરે ઉપસ્થિત રહૃાાં હતાં.
આ ઉપરાંત અધિક મુખ્ય સચિવ તેમજ કલેક્ટરે ગામ અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો અને શાળા તેમજ અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી અને ફીડબેક મેળવ્યો હતો અને આરોગ્ય ટીમ સાથે પણ ચર્ચા કરી હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ''એક પેડ ર્માં કે નામ* અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial