Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીનો ચમત્કારિક તાજીયો રાજવી જામ ખેંગારજીએ સૈયદ પરિવારને ભેટસ્વરૂપે બનાવડાવી આપ્યો'તો

જેને જોવા દેશ-વિદેશથી લોકો આવે છે તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને ચાંદીનો તાજીયો આપ્યો હતો.

ઇસ્લામી વર્ષનો આ મહિનો જામનગર સહિત દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ, મોહરમ આવે એટલે તાજીયાનો તહેવાર આવી રહૃાો છે. સમગ્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં જામનગરના તાજીયા ખૂબ જ પ્રખ્યાત છે. જયારે મોહરમ એ 'હઝરત ઇમામ હસન' અને 'હઝરત ઇમામ હુસેન અલવ્હિસ્સલામ' અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં 'શોક'નો તહેવાર છે. મોહરમ ઇસ્લામી વર્ષ નો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબ થી ચાલે છે.

જામનગર શહેરમાં પરવાનાવાળા તાજીયા કુલ ૨૯ છે, અને ખાસ કરીને જામનગરમાં ચાંદીનો તાજિયો સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીના તાજિયા ને જોવા માટે વિદેશમાંથી પણ લોકો આવે છે. જો કે આ ચાંદીના તાજિયાને ૧ નંબરનો પરવાનો આપેલો છે અને ચાંદી તાજિયાનો ઇતિહાસ જાણવા જેવો પણ છે.

આ ચાંદીનો તાજિયો જામનગરના રાજવી પરિવારે ભેટ સ્વરૂપે સૈયદ પરિવારને આપ્યો છે. એવુ કહેવાય છે કે, જામરાજવી ખેંગારજીએ સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી, જે પૂર્ણ થતાં તેઓએ ભેટ સ્વરૂપે ચાંદીનો તાજિયો બનાવી આપ્યો હતો. આ ચાંદીના તાજીયાનું વજન ૧૯૦ કિલો છે.

મહોરમના દિવસે આ તાજિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો ઉમટી પડે છે.

આ ચાંદીના તાજિયા પાછળ અનેક વાતો પણ પ્રચાલિત છે, જેમાં એવુ કહેવાય છે કે આ તાજિયાની માનતા રાખવાથી ધાર્યું ફળ મળે છે. એવી પણ માનતા છે કે આ ચાંદીના તાજિયાના દર્શન કરવાથી બાળકો બીમાર પડતા નથી, અથવા બાળકોની ખોડખાપણ પણ દૂર થાય છે.

મોહરમના દિવસે જામનગરમાં હજારોની જનમેદની ઉમટી પડે છે. આ દિવસે ચાંદીના તાજિયા સહિતના નાના-મોટા અનેક તાજીયા પડ માં આવે છે. જે જોવા માટે લંડન, અમેરિકા, કેનેડા, હૈદરાબાદ, દિલ્હી, મુંબઇ સહીતથી લોકો આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh