Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગરમાં તા. ૨૮મી જૂને સીંગલ સ્ક્રીન થિએટરના યુગનો અંત આવ્યો છે. જામનગરના સાત ટોકીઝમાંથી છેલ્લે માત્ર એક અંબર ટોકીઝ જ કાર્યરત રહેતી હતી. હવે તેને પણ તોડી પાડી ત્યાં બે સ્ક્રીનવાળા મલ્ટીપ્લેકસ અને વિશાળ મોલના નિર્માણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
૧૯૭૨માં જામનગરના જાણીતા વેપારી પેઢી રૂગનાથ ત્રિકમદાસ બદીયાણી પરિવાર દ્વારા કંકુ નિવાસ તરીકે ઓળખાતી જગ્યા લઈને ત્યાં અંબર ટોકીઝ બનાવી હતી. જેમાં પ્રથમ હિન્દી ફિલ્મ રાજાજાની રિલીઝ થઈ હતી. ત્યાર પછી જામનગરના રાજકીય અગ્રણી અને ખંભાળીયાના ધારાસભ્ય હેમતભાઈ માડમે તે ટોકીઝ વેચાણથી લીધી હતી.
અંદાજે ૩૫ હજાર ચો. ફૂટની વિશાળ જગ્યામાં ટોકીઝ ઉપરાંત અન્ય જગ્યા પણ ફાજલ છે. હવે સ્વ. માડમભાઈના પૌત્ર અને સ્વ. વિમલભાઈના પુત્ર જીતભાઈ માડમ દ્વારા અહીં પાંચ માળનું વિશાળ અને અતિ આધુનિક સ્ટ્રક્ચરવાળુ બિલ્ડીંગ નિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
અંબર ટોકીઝ બની ત્યારથી ઘણાં વર્ષો સુધી તે સંપૂર્ણ એર કન્ડીશન્ડ ટોકીઝ હતી. કામક્રમે મલ્ટીપ્લેકસના યુગમાં તે સુવિધા બંધ કરીને પણ ટોકીઝ ચાલુ રહી હતી. જેથી હાલ ના મલ્ટીપ્લેકસના જામનગરમાં પણ ગરીબ અને નાના વર્ગના લોકોને પરવડે તેવા ટિકિટના દર સાથે ફિલ્મો દર્શાવવાનું ચાલુ રહ્યું હતું. વર્ષ ૧૯૭૭માં વાવાઝોડામાં અંબર ટોકીઝના રૂફના પતરા ઊડી ગયા હતા અને ત્યારે ત્રણેક મહિના જેટલો સમય ટોકીઝ બંધ રાખ્યા પછી નવા કલેવર સાથે ૫ુનઃ શરૂ થઈ ગઈ હતી.
અંબર ટોકીઝ જામનગરના સિને રસીકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. અને સારી ફિલ્મો જોવા માટે પરિવાર સાથે લોકોની અંબર ટોકીઝ પ્રથમ પસંદગી હતી.
હવે આ વિશાળ જગ્યામાં જામનગરની સિનેરસીક જનતાને અતિ આધુનિક સુવિધાઓ સાથેના બે સ્ક્રીન સાથેના મલ્ટીપ્લેકસની તેમજ મોલ ની ભેટ મળશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial