Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી મનઘડત નિયમ બનાવી શાળા સંચાલન કરવામાં આવતું હોવાથી વિવાદોમાં સપડાઈ છે. તાજેતરમાં માત્ર એક જ શાળાનાં શિક્ષકોનો નોકરીનો સમય દોઢ કલાક વધારી દેવાયો છે. એક જ શાળાને સવારનાં બદલે બપોરની પાળીની થી કરી દેવામાં આવી છે. જ્યારે શાળા પ્રવેશોત્સવ સમયે એક રાજકીય આગેવાને શિક્ષકોને તતડાવી નાખી અપમાન કર્યું હતું.
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાઈ છે. થોડા દિવસ પહેલાં એક શિક્ષિકાને બદલી કેમ્પથી દૂર રખાયા હતાં. તો એક શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાતા વાલી મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ વિવાદ હજુ શમ્યા નથી ત્યાં જ વધુ એક વિવાદ જાગ્યો છે.
શાળામાં શિક્ષકની ફરજનો સમય પાંચ કલાકનો નિયત કરવામાં આવ્યો છે. આમ છતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૪૭ શાળાઓમાંથી માત્ર શાળા નંબર ર૯ માં શિક્ષકની ફરજનો સમય દોઢ કલાક વધારી નાખવામાં આવ્યો છે અને શાળાનો સમય સવારની પાળીમાંથી બદલીને બપોરની પાળીનો કરી નાખવામાં આવ્યો છે. શાળા પ્રભારીનાં દૂરાગ્રહનાં કારણે શાસનાધિકારીએ આ પગલું ભર્યું છે.
શિક્ષક પાસે વધારાની કામગીરી લેવાની હોય તો પ્રાથમિક શિક્ષણ નિયામકની મંજુરી લેવાની રહે છે. જે નિયમનો ભંગ કરીને શિક્ષકની ફરજમાં દોઢ કલાકનો વધારો કરી નાખવામાં આવ્યો છે અને બાળકો, વાલીઓ સહમત નહીં હોવા છતાં બપોરની પાળી કરી નાખવામાં આવી છે.
તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે ગોઠવાયેલા મંડપ અને પાથરણાં વરસાદમાં પલળી જતાં તેનો ખાર પણ શિક્ષકો ઉપર ઉતારવામાં આવ્યો હતો. શિક્ષકોને અપમાનિત કરવામાં આવ્યા હતાં. શાળાના પ્રભારીએ શિક્ષકો પાસે મેદાનની સફાઈ કરાવી હતી. ભાજપનાં એક નેતા મહેમાન બનીને આવ્યા હતાં. તેમણે પણ ભીના પાથરણા બાબતે શિક્ષકોને તતડાવ્યા હતાં અને અપમાન કર્યું હતું. હકીકતે આ કામગીરી રૂટ લાયઝન ઓફિસર અને આચાર્યની હોવા છતાં તેમને છાવરવામાં આવ્યા હતાં.
એક સુંદર કાર્યક્રમમાં શિક્ષકોને બિરદાવાનાં બદલે તેમનાં અપમાન કરાયા હતાં. આમ છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ સમિતિનો વહીવટ વિવાદાસ્પદ રિતે ચાલી રહ્યો છે અને શાસકો મનઘડત નિયમ બનાવી સંચાલન કરી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં આ મુદ્દે કેવી લડત થાય છે તે ઉપર સૌની મીટ મંડાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial