Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશી દારૂની ભઠ્ઠી પકડાઈઃ
જામનગર તા. ૩૦: જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં સ્કૂટરમાં લઈ જવાતા બીયરના ૧૦ ટીન પોલીસે કબજે કર્યા છે. સ્કૂટરચાલકે ટીન આપનાર શખ્સનું નામ પોલીસને આપ્યું છે. જોડિયાના મોરાણામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જામનગરના લીમડા લાઈન વિસ્તારમાંથી શનિવારે રાત્રે પસાર થતાં જીજે-૧૦-ડીએમ ૩૨૮૫ નંબરના જ્યુપીટર સ્કૂટરને પેટ્રોલિંગમાં રહેલા સિટી બી ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી તેના ચાલક ગોકુલનગર નજીક રડાર રોડ પર નવાનગર સોસાયટીની શેરી નં.૨માં રહેતા એલિસ હિતેશભાઈ તાળાની તલાસી લેતા તેના સ્કૂટરમાંથી બીયરના દસ ટીન મળી આવ્યા હતા.
પોલીસે ટીન કબજે કરી રૂ.૨૫,૦૦૦નું સ્કૂટર પણ ડીટેઇન કર્યું છે. આ શખ્સની હાથ ધરાયેલી પૂછપરછમાં તેણે આ ટીન રણજીતસાગર રોડ પર રહેતા નિકુંજ ગધેથળીયા પાસેથી લીધા હોવાની કબુલાત આપી છે.
જોડિયા તાલુકાના મેમાણા ગામમાં વાડી વિસ્તાર નજીક આજી ડેમ-૪ના કાંઠે બાવળની કાંટમાં ગઈકાલે સાંજે જોડિયા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. સ્થળ પરથી આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. પ્રવીણ સુખાભાઈ દેલવાણીયાની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial