Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકડેમો છલકાયા, નદી-નાળા ભરપૂર
જામનગર તા. ૩૦: હાલાર માં સતત ત્રણ-ચાર દિવસથી મેઘાવી માહોલ જળવાયો છે. છુટો અને છવાયો વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લામાંતો બે દિવસમાં માત્ર અડધો ઈંચ વરસાદ થયો હતો. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોણા થી અઢી ઈંચ વરસાદ થયો હોવાના વાવડ છે.
હાલાર પંથકમાં છેલ્લા અનેક દિવસથી મેઘાવી માહોલ જળાવાયો છે. પરંતુ જામનગર જિલ્લામાં ખુલી ને મેઘરાજા વરસતા નથી. છેલ્લા બે દિવસથી માત્ર હળવા ઝાપટાં જ વરસી રહ્યા છે. શનિ-રવિમાં જામનગરમાં ૧૨મીમી, જોડીયામાં ૨મીમી, ધ્રોલમાં ૪મીમી, કાલાવડમાં ૪મીમી, લાલપુરમાં ૧૪મીમી અને જામજોધપુરમાં ૧૪મીમી વરસાદ નોંધાયો છે.
શનિવાર બપોર પછીથી રવિવાર સુધીમાં ખંભાળીયામાં પોણો ઈંચ, ભાણવડમાં એક ઈંચ, દ્વારકામાં અઢી ઈંચ અને કલ્યાણપુરમાં દોઢ ઈંચ વરસ્યો હતો. મોસમનો સૌથી વધુ કલ્યાણપુરમાં ૧૩ ઈંચ અને સૌથી ઓછો મોસમનો કુલ વરસાદ ભાણવડમાં પાંચ ઈંચ નોંધવામાં આવ્યો છે.
સવારે તડકો અને બપોર પછી વરસાદ થતા ખેડૂતોને ફાયદો થયો છે. સાથો સાથ વરસાદી પાણી ભરાવાથી મચ્છરનો ઉ૫દ્રવ પણ વધ્યો છે. તો સારા વરસાદથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ચેકડેમો ભરાયા છે. તળાવો છલકાયા છે, અને અનેક મોટા ડેમમાં પાણીની આવક પણ થવા પામી છે.
કલ્યાણપુર પંથકમાં દરવાજા વગરના સાની ડેમમાં દરવાજાના લેવલ સુધી પાણી ભરાયુ હતું, પરંતુ તે વહી જવા પામ્યું છે.
દરમિયાન આજે સવારથી બપોરે સુધી જામનગર શહેર-જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે, તો દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સૌથી વધુ દ્વારકામાં પોણા બે ઈંચ (૪ર મી.મી.) વરસાદ વરસી જતા ધર્મનગરીમાં ચો તરફ પાણી ભરાયા હતાં. જ્યારે કલ્યાણપુર, ખંભાળીયા અને ભાણવડમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. ખંભાળીયાના રામનાથ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે, તેમાં કોઈને નુકસાન થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial