Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી ક્ષેત્રે ભારત આયાત મામલે મુક્તિ આપવા તૈયાર નહીં હોવાના અને એને લઈ ટ્રેડ ડિલ વિલંબમાં પડવાના અહેવાલોએ ગઈકાલના ઘટાડા બાદ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે ટ્રેડ ડિલ મામલે અનિશ્ચિતતા અને ફરી ઈરાન મામલે અમેરિકા, ઈઝરાયેલ દ્વારા યુદ્ધનું ટેન્શન વધવાના એંધાણે વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્ રહ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૭% અને નેસ્ડેક ૦.૯૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૭ અને વધનારની સંખ્યા ૧૫૪૯ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૩૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૫૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૩૮૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૯૭૪૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૧,૦૭,૪૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૭,૪૫૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૭,૨૪૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૦૭,૨૯૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફાઈનાન્સીયલ સર્વિસીસ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઇન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટીઝ, બેકેકસ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એશિયન પેઈન્ટ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા શ્ મહિન્દ્રા, ઈટર્નલ લિ., ઇન્ફોસિસ, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૨.૦% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે કોટક બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટ્રેન્ટ લિ., બજાજ ફિનસર્વ, એનટીપીસી લિ., ટાઈટન કંપની લિ. આઈટીસી લિ. અને એકસિસ બેન્ક જેવા શેરો ૧.૦% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
એસીસી લિ. (૧૯૫૩) : સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ડૉ. રેડ્ડીલ્લઝ લેબોરેટરીઝ (૧૨૬૯) : ફાર્મા ગ્રુપના આ સ્ટોક રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
જિંદાલ સ્ટીલ (૯૮૦) : રૂ.૯૬૪ નો પ્રથમ તેમજ રૂ.૯૫૦ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૮ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૬૧૦) : હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૪ થી રૂ.૬૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૯૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) જૂન માસમાં ૫૮.૪૦ રહ્યો છે જે મે માસમાં ૫૭.૬૦ રહ્યો હતો. જૂનમાં સતત ૪૮માં મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું વિસ્તરણ થયું છે. સમાપ્ત થયેલા જૂનમાં નિકાસમાં ઝડપી વધારાના ટેકા સાથે દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધવાને કારણે રોજગારમાં પણ વૃદ્ધિ જોવા મળી હોવાનું ખાનગી સર્વેમાં જણાવાયું હતું. છેલ્લા વીસ વર્ષથી જ્યારથી સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી નિકાસ ઓર્ડરમાં ઝડપી વધ ારો જોવા મળ્યો છે.
માંગ તથા વેચાણમાં વૃદ્ધિને કારણે ઉત્પાદન વોલ્યુમ ઊંચુ જોવા મળ્યું છે. નિકાસ ઓર્ડરમાં માર્ચ, ૨૦૦૫ બાદ ત્રીજો મોટો વધારો થયો છે. અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરવાની મુદત ૯ જુલાઈ નજીક આવી રહી હોવાને ધ્યાનમાં રાખતા નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફની ૯૦ દિવસની મુક્તિ મર્યાદા નવ જુલાઈના રોજ પૂર્ણ થવાના આરે છે. તે પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં રાહત સહિત વેપાર મુદ્દે ડીલ થાય તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે.