Advertisement
Author: નોબત સમાચાર

ઈન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટનો ખાર રાખી યુવાનની હત્યાનો કરાયો પ્રયાસ

એક શખ્સે પકડી રાખ્યો અને બીજાએ છરી હુલાવી દીધીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામજોધપુરના સડોદરમાં એક યુવાન પર શુક્રવારે રાત્રે બે શખ્સે છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કર્યાે હતો. સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલી એક પોસ્ટ પર આ યુવાને કરેલી ટીપણી પસંદ ન પડતા હુમલો થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા મીત નાથાભાઈ શ્રીમાળી નામના યુવાન શુક્રવારે રાત્રે સડોદર ગામમાં અલક આશ્રમ પાસે યોજાયેલા સંતવાણી તથા ભજનના કાર્યક્રમમાં ગયા હતા જ્યાં તેઓને સડોદર ગામના જયેશ ભરતભાઈ રાઠોડ તથા અરમાન ઉર્ફે લાલા ભરતભાઈ રાઠોડ નામના બે શખ્સ મળ્યા હતા.

છ સાત મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં મીત શ્રીમાળીએ કરેલી કોમેન્ટ આ વ્યક્તિઓને ગમી ન હતી. તે બાબતનો ખાર રાખી બંને ઝઘડો શરૂ કર્યો હતો ત્યાર પછી લાલાએ તેને પકડી લીધો હતો. જ્યારે જયેશ રાઠોડે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી મીત શ્રીમાળી પર હુમલો કરી છથી સાત ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ બની ઢળી પડેલા મીતને છોડી બંને શખ્સો નાસી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા મીત શ્રીમાળીએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી બંને શખ્સની શોધ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh