Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪ કલાકમાં હાલારમાં અઢી ઈંચઃ છવાયો મેઘાવી માહોલ
આજે સવારથી જામનગરમાં મેઘસવારી આવી પહોંચી છે અને પહેલા ઝાપટાં પડયા પછી બપોરે વરસાદ પડવાનો સીલસીલો શરૂ થઈ ગયો છે. વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે તથા જામનગરમાં કેટલાક માર્ગો પર પાણી વહેતા થયા હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં હાલારમાં અઢી ઈંચ જેવો વરસાદ પડયો છે અને આજે પણ વિવિધ વિસ્તારો પર મેઘસવારી પહોંચી હોવાના અહેવાલો છે. વરસાદ શરૂ થતા વાતાવરણ ખુશનુમા થઈ ગયુ છે. ગઈકાલે માત્ર ઝાપટાં પડયા હતાં. આજે સવારથી નગરમાં ઝાપટાં પડયા પછી હવે મેઘાડંબર જોતા આજે સારો વરસાદ પડશે તેવી ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial