Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ગંભીરા' પુલની ગોઝારી દુર્ઘટનાનો મૃતાંક પહોંચ્યો ૧૮ પરઃ
નવી દિલ્હી તા. ૧૧: કેન્દ્રિય માર્ગ-મકાન અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ચેતવણી આપતા કહ્યું છે કે, હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ અને લાપરવાહ રહેનાર કોઈને નહીં છોડું.
વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચાવ કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધી કુલ ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી કેટલાક ગુમ હોવાથી મોતનો આંકડો વધવાની શક્યતા છે. દેશમાં બ્રિજ ધરાશાયી થવાની વધતી દુર્ઘટનાને ધ્યાનમાં લેતા કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આકરૂ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, તે નબળી કામગીરી કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની તપાસ શરૂ કરી છે. જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવી જોઈએ. તેમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અકસ્માત એક અલગ વસ્તુ છે, અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડ આચરે છે, તે અલગ વસ્તુ છે. જો ભૂલ જાણીજોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ, પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હોય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.
માર્ગ પરિવહનના કામકાજના વલણ મુદ્દે ગડકરીએ જણાવ્યું હતું કે, હું કોઈ પ્રકારની ગરબડ (ફ્રોડ) કરનારાઓને ફીટકાર લગાવું છે. માર્ગ બનાવવામાં ભૂલો કરનારાઓને છોડતો નથી. હાલ મારો ટાર્ગેટ આ નિર્ણયો પૂરા કરવાનો છે. એક તો હું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની પાછળ લાગીશ. બીજુ આ મારા દેશની સંપત્તિ છે તેની સાથે કોઈ સમાધાન નહીં કરૂ. ત્રીજું એક કોઈપણ રસ્તો મારા ઘરની દીવાલ સમાન છે. ચોથું જેટલી ચિંતા મારા ઘરની છે, તેટલી જ તે રસ્તાની છે. પાંચમું તેની સાથે કોઈ સમાધાન નહીં કરૂ.
ઉલ્લેખનિય છે કે, ગત્ બુધવાર, ૯ જુલાઈ, ર૦રપ ના મહિસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતાં. મૃતકોનો આંકડો ૧૮ એ પહોંચ્યો છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે. ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. આ ગંભીરા બ્રિજ ચાર દાયકા (૪પ વર્ષ) જુનો હતો. જેનું આયુષ્ય ૧પ વર્ષનું હતું તેમજ આ ખખડધ્વજ બ્રિજ અંગે અનેક નાગરિકોએ ફરિયાદો કરી હોવા છતાં સરકાર ઊંઘતી હતી. છેવટે આટલી મોટી દુર્ઘટના સર્જાતા હવે તંત્ર સફાળું જાગ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial