Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવનાર સગીરે કરી હતી આત્મહત્યાઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક વિપ્ર શખ્સે આઠ વર્ષ પહેલાં પરપ્રાંતની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સમયે આ શખ્સને પુત્ર-પુત્રી હતા અને નવોઢા પોતાની સાથે નવ વર્ષની પુત્રી લાવ્યા હતા. કોઈ કારણથી પુત્રીને છોડી આ મહિલા પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા અને પાછળથી આ શખ્સ અને તેના સંતાનોએ નવ વર્ષની બાળકી પર જુલમ કરવાનું શરૂ કર્યંુ હતું. જેમાં આ શખ્સના કાયદાથી સંઘર્ષિત પુત્રએ આ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનંુ કૃત્ય પણ ગુજાર્યું હતું. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે પિતા-પુત્રીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. કેસ ચાલી જાય તે પહેલા આ શખ્સના કાયદાથી સંઘર્ષિત પુત્રએ થોડા મહિના પહેલાં આત્મહત્યા કરી હતી.
ઉપરોક્ત બનાવની જે તે વખતે જાહેર થયેલી વિગતો મુજબ જામનગરના કૃષ્ણનગરની શેરી નં.૪માં રહેતા ચેતન મુકુંદરાય કલ્યાણી (ઉ.વ.૪૩) નામના શખ્સે વર્ષ ૨૦૧૭માં કર્ણાટકના એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. તે પહેલા ચેતને નેહલ નામની પુત્રી અને તે વખતે સત્તર વર્ષની વય ધરાવતો પુત્ર હતા. જ્યારે બીજા લગ્ન કરનાર મહિલા પોતાની સાથે નવ વર્ષની પુત્રીને સાથે લાવ્યા હતા.
તે પછી ગઈ તા.૧૪ ઓક્ટોબર, ૧૭ના દિને આ મહિલા પોતાના વતન કર્ણાટકમાં ચાલી ગઈ હતી અને તેની પુત્રી વિકાસગૃહમાં મુકવામાં આવી હતી. ત્યાંથી તા.૧૬ના દિને આ બાળકીને ઘેર લાવી ચેતન, તેની પુત્રી નેહલ (ઉ.વ.ર૭) અને પુત્રએ તારી માતા મકાન વેચવા દેતી નથી તેમ કહી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત ચેતને સ્ટમ્પ ફટકારી હતી. નેહલે આ બાળકીને પગમાં ડામ આપ્યા હતા.
તે પછી આ બાળકીનો અશ્લીલ વીડિયો ઉતારી ચેતન કર્ણાટક ચાલી ગયેલી તેની માતાને મોબાઈલ પર સેન્ડ કરી ઘરે પાછી આવી જા અને મકાન માટે સહી કરી જા તેમ કહેતો હતો. તે દરમિયાન ડિસેમ્બર મહિનામાં ચેતનના સત્તર વર્ષના પુત્રએ પોતાની સાવકી બહેન પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી જાન્યુઆરી મહિનામાં આ બાળકીનો હાથ મરડી નાખી ત્રણેય વ્યક્તિએ ઈજા કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં ચેતન ઘરની બહાર હતો ત્યારે તેના સત્તર વર્ષના પુત્રએ આ બાળકીને સ્ટમ્પ વડે માર મારી ફરીથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ફોનમાં પોતાના પિતાને આ વાત કરતા ચેતને તેણીનું પુરુ કરી નાખ તેમ કહેતા કાયદાથી સંઘર્ષિત કિશોરે મ્હોં પર ડૂમો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે દુષ્કર્મ, હત્યા, હુમલો, ધમકી, પૂર્વયોજીત કાવતરૂ સહિતની કલમો હેઠળ અને પોક્સો એક્ટ, આઈટીએક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ અદાલતમાં ચાલવા પર આવે તે પહેલાં થોડા મહિનાઓ પહેલાં કાયદાથી સંઘર્ષિત કિશોરે આત્મહત્યા વ્હોરી લીધી હતી.
આ કેસ ચેતન કલ્યાણી તથા તેની પુત્રી નેહલ સામે ચાલી ગયો હતો. બંને પક્ષની રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે સરકાર પક્ષ તરફથી રોકાયેલા પીપી ભારતીબેન વાદીની દલીલો ગ્રાહ્ય રાખી પિતા ચેતન તથા પુત્રી નેહલ કલ્યાણીને હત્યા તથા પૂર્વયોજીત કાવતરૂ સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ. ૧ લાખનો દંડ, આઈપીસી ૩૭૭, ૧૧૪ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૫, ૧૧૪ના ગુન્હામાં ત્રણ-ત્રણ વર્ષની કેદ, ૩૨૩ના ગુન્હામાં એક વર્ષની કેદ, ૫૦૬ (ર)ના ગુન્હામાં એક વર્ષની કેદ, આઈટી એક્ટની કલમ ૬૬ (ઈ), ૬૭ (બી)ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ ફટકારી છે. જ્યારે દંડમાંથી રૂ. ૧ લાખની રકમ વિકાસગૃહમાં રહેતી બાળાઓની દેખરેખ અને સંભાળ માટે આપવા આદેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial