Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજા ક્રમે ડો. મનમોહનસિંહે ૭ દેશની સંસદમાં ભાષણ કર્યું છે
નવી દિલ્હી તા. ૧૧: પીએમ મોદીએ ૧૭ વિદેશી સંસદોને સંબોધિત કરીને અનોખો વિક્રમ સર્જ્યો છે. આ આંકડો કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો દ્વારા આપવામાં આવેલા કુલ ભાષણો જેટલો છે. તદ્ઉપરાંત ર૭ દેશોનું સર્વોચ્ચ સન્માન મળી રહ્યું છે. આ મહિનાના પહેલા અઠવાડિયામાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો અને નામિબિયાની સંસદોને સંબોધિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
વડાપ્રધાન મોદીએ ભારતની વૈશ્વિક ભૂમિકાને વધુ મજબૂત બનાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અત્યાર સુધીમાં ૧૭ વિદેશી સંસદોને સંબોધિત કરી છે. આ આંકડો કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો દ્વારા આપવામાં આવેલા કુલ ભાષણો જેટલો છે.
પ્રધાનમંત્રી મોદીએ આ મહિનામાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો અને નામિબિયાની સંસદોને સંબોધિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. એકલા પીએમ મોદીએ તેમના ૧૧ વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસના બધા પીએમોએ મળીને જુટલી વિદેશી સંસદોને સંબોધિત કરી છે તેટલી વિદ્યેશી સંસદોને સંબોધિત કરી છે.
વિદેશ સંસદોમાં અન્ય ભારતીય વડાપ્રધાનોમાં ડો. મનોમહોન સિંહ ( ૭ વખત), ઈન્દિરા ગાંધી (૪ વખત), જવાહરલાલ નહેરૂ (૩ વખત), રાજીવ ગાંધી ( ર વખત) અને પી.વી. નરસિંહ રાવ (૧) મળીને કુલ કોંગ્રેસના પીએમ દ્વારા ૧૭ સામે એકલા નરેન્દ્ર મોદીએ ર૦૧૪-ર૦રપ દરમિયાન કુલ ૧૭ અન્ય દેશોની સંસદોને સંબોધન કર્યું છે.
પ્રધાનમંત્રીનો આ રેકોર્ડ ફક્ત એક રાજદ્વારી સિદ્ધિ નથી, પણ એ પણ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર માત્ર એક સહભાગી નથી, પરંતુ નેતૃત્વની ભૂમિકામાં છે. આ ભાષણો વિકસિત અને વિકાસશીલ બન્ને દેશોને આવરી લે છે. આ દ્વારા ભારતની વિદેશ નીતિમાં વિવિધતા અને પ્રાદેશિક સંતુલન દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial