Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયરામ રમેશે અને સંજય રાઉતે કર્યો કટાક્ષઃ ૧૧ અને ૧૭મી સપ્ટેમ્બરે નવાજુનીના એંધાણ ?
નાગપુર તા. ૧૧: આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ૭૫ વર્ષની ઉંમર પછી બીજાને મોકો આપવો જોઈએ તેથી કોંગ્રેસે કટાક્ષ કર્યો કે શું પીએમ મોદીને સંદેશ અપાયો ?
આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું કે, ૭૫ વર્ષની વય પૂર્ણ કર્યા બાદ તેઓએ અન્યને પણ કામ કરવાની તક આપવી જોઈએ. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સંઘ વડાએ જણાવ્યું કે, ૭૫ વર્ષ પૂર્ણ થયા પછી કોઈપણ નેતાને જ્યારે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે, તેમની ઉંમર થઈ ચૂકી છે. હવે અન્યને તક આપો.
આરએસએસના વડા નવ જુલાઈના રામ જન્મભૂમિ આંદોલનના પ્રેરક દિવંગત મોરોપંત પિંગલે પર લખાયેલા પુસ્તકના વિમોચન સમારોહમાં મોરોપંત પિંગલે સાથેનો એક પ્રસંગ યાદ કરતાં આ નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતના આ નિવેદન પર વિપક્ષે કટાક્ષ કર્યો છે કે, ભાગવતે આ નિવેદનના માધ્યમથી વડાપ્રધાન મોદીને સંદેશ પહોંચાડ્યો છે.
'મોરોપંત પિંગ્લેઃ ધ આર્કિટેક્ટ ઓફ હિન્દુ રિસર્જન્સ' શીર્ષક હેઠળના પુસ્તકનું વિમોચન કર્યા પછી મોહન ભાગવતે આરએસએસના વરિષ્ઠ નેતાની વિનમ્રતા, દુરંદેશી અને જટિલ વિચારોને સરળ ભાષામાં સમજાવ્યા હતાં. તેમણે તેમની સાથેનો એક પ્રસંગ કર્યો હતો કે, મોરોપંત પિંગલેજીએ અનેક કાર્ય કર્યા હતાં. તેમણે ઘણાં વર્ષો સુધી અનેક કામો કર્યા. ઉંમર થતાં શરીર નાદુરસ્ત થયુ હતું. તેથી અમે તેમને કહૃાું કે, હવે બધા કામ અન્યને સોંપી દો. પિંગલે પોતાના અંતિમ દિવસોમાં નાગપુર આવી વસ્યા હતાં. તેમની પાસેથી અમે ઘણાં કામોમાં સલાહ લીધી. એક વખત અમે તેમને કહૃાું કે, હવે બહુ થયું, તમે આરામ કરો. તેમ છતાં તેમણે ક્યારેય પોતાના કામ ગણાવ્યા નથી. તેમના કામના વખાણ કરીએ તો તેઓ સ્મિત સાથે તેને ટાળી દેતાં.
એક સેશનમાં શેષાદ્રીએ કહૃાું કે, આજે અમારા મોરોપંતને ૭૫ વર્ષ પૂર્ણ થયા, અને તેમનું શાલ સાથે સન્માન કરવામાં આવ્યું. ત્યારે તેમણે કહૃાું કે, ૭૫ વર્ષની ઉંમરમાં શાલ પહેરવાનો અર્થ હું જાણું છું. તેનો અર્થ છે હવે તમારી ઉંમર થઈ ગઈ છે. તમે સાઈડ થઈ જાઓ. અન્યને કામ સોંપો.
મોહન ભાગવતના આ નિવેદનને લઈને કોંગ્રેસે કોંગ્રેસ નેતા જયરામ રમેશે મજાકમાં કહૃાું કે, પી.એમ. મોદી પરત ફરતાં જ સંઘના વડા દ્વારા યાદ અપાવવામાં આવ્યું કે, ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના તેઓ ૭૫ વર્ષના થશે. પરંતુ પી.એમ.આરએસએસના વડાને પણ કહી શકે છે કે, તેઓ પણ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ૭૫ના થશે. એક તીર, બે નિશાન'.
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ આ નિવેદન પર ટીપ્પણી કરી હતી કે, વડાપ્રધાન મોદીએ અડવાણી, મુરલી મનોહર, જસવંત સિંહ જેવા મોટા નેતાઓને જબરદસ્તી રિટાયરમેન્ટ અપાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે, શું મોદી સ્વંય તેનું પાલન કરશે કે કેમ? નોંધનીય છે કે, પીએમ મોદીની જન્મ તારીખ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ છે. આ વર્ષે તેઓ ૭૫ વર્ષના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial