Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના ખેડૂતો પાસેથી વધુ કર લેવાનો આક્ષેપઃ
વોશિંગ્ટન તા. ૧૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. એક સત્તાવાર પત્ર જાહેર કરીને કેનેડા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને લખ્યું કે અમે કેનેડા સાથે વેપાર ચાલુ રાખીશું, પરંતુ હવે નવા નિયમો હેઠળ વેપાર થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમના ટેરિફ ચાબુકનો ઉપયોગ શરૂ કર્યો છે અને કેનેડિયન ઉત્પદાનો પર ૩પ ટકા ટેરિફની જાહેરાત કરી છે. આ નવી આયાત ડ્યુટી ૧ ઓગસ્ટથી અમલમાં આવશે અને યુએસમાં આયાત થતી દરેક કેનેડિયન વસ્તુને અસર કરશે. ટ્રમ્પે તેને કેનેડાના વળતા હુમલા અને વેપાર અવરોધોના જવાબમાં લેવામાં આવેલા પગલાં તરીકે વર્ણવ્યું છે. આ અગાઉ બ્રાઝિલ પર પ૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો.
એક સત્તાવાર પત્ર જાહેર કરીને ટ્રમ્પે કેનેડા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અને લખ્યું કે અમે કેનેડા સાથે વેપાર ચાલુ રાખીશું, પરંતુ હવે નવા નિયમો હેઠળ પત્રમાં તેમણે ખાસ કરીને અમેરિકાને ફેન્ટાનાઈલ જેવી ઘાતક દવાઓના પુરવઠા અને ડેરી ક્ષેત્રમાં વેપાર અસંતુલનનો મુદ્દો ઊઠાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના મતે કેનેડા આપણા ડેરી ખેડૂતો પર ૪૦૦ ટકા સુધીનો કર લાદે છે, તે પણ જ્યારે તેમને કેનેડામાં વેંચવાની મંજુરી આપવામાં આવે છે.
તેમણે તેને માત્ર આર્થિક નુક્સાન જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દો ગણાવ્યો. વેપાર ખાધ ફક્ત આપણા અર્થતંત્ર માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદીને કેનેડાને માત્ર આંચકો આપ્યો નથી, પરંતુ તેને ધમકી પણ આપી છે.
ટ્રમ્પે પોતાના પત્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો કેનેડા અમેરિકન આયાત પર કોઈ બદલો લેવા માટે ટેરિફ લાદે છે, તો અમેરિકા તે વધારો પણ ૩પ ટકાથી ઉપર ઉમેરીને વસૂલ કરશે. અગાઉ ટ્રમ્પ વહીવટી તંત્રે ૧ ઓગસ્ટ ર૦રપ થી શ્રીલંકા, અલ્જેરિયા, ઈરાક, લિબિયા, ફિલિપાઈન્સ, મોલ્ડોવા અને બ્રુનેઈથી આવતા સાત વધુ દેશો પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
આ દેશોને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમેરિકા શ્રીલંકા, ઈરાક, અલ્જેરિયા અને લિબિયાથી આવતા માલ પર ૩૦ ટકા સુધીની ડ્યુટી લાદશે, જ્યારે મોલ્ડોવા અને બ્રુનેઈથી આવતા ઉત્પાદનો પર રપ ટકા ટેરિફ લાદવામાં આવશે અને ફિલિપાઈન્સથી આયાત પર ર૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે જો આદેશો અમેરિકન ઉત્પાદનો પર બદલો લેનારા કરમાં વધારો કરશે, તો તેઓ જે વધારો કરશે તે અમેરિકન ટેરિફમાં ઉમેરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial