Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૧.૫૮ કરોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ

જામરાવલ સમસ્ત અનુસુચીત જાતિ સમાજનું કલેકટરને આવેદનપત્રઃ

                                                                                                                                                                                                      

રાવલ/ભાટિયા તા. ૧૦: જામરાવલ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રાવલમાં છેલ્લા ચારેક વર્ષ દરમિયાન સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિ માટે ફાળવેલ રૂ.  ૧.૫૮ કરોડની ગ્રાન્ટમાંથી થયેલા કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી છે, અને તપાસની માંગણી કરી છે.

જામરાવલ સમસ્ત અનુસૂચિત-જાતિ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રાવલમાં અનુસૂચિત જાતિની ગ્રાન્ટમાંથી થયેલા કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી તપાસની માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, જામરાવલ નગર પાલિકા દ્વારા એસ.સી. એસ.પી. ગ્રાન્ટ જે સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ ૨૦૨૦/૨૧ તથા વર્ષ ૨૦૨૧/૨૨, વર્ષ ૨૦૨૨/૨૩, વર્ષ ૨૦૨૩/૨૪ તેમજ વર્ષ ૨૦૨૪/૨૫ના વર્ષની કુલ ગ્રાન્ટ રૂ.  ૧,૫૮,૮૯,૦૦૦/- તેમજ અન્ય જે માહિતી આપવામાં આવેલ નથી તે રકમના કામોનું જામરાવલ નગરપાલિકાના કર્મચારી અને ચુંટાયેલા હોદેદારો તથા શિવશકિત ઈન્ફા પ્રોજેકટ કન્સલ્ટન્સી દ્વારા એકબીજાના મિલાપીપણાથી આ કામના ખૂબજ ભ્રષ્ટાચાર કરેલ છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટો અનુસૂચિત જાતિ સમાજના વિકાસ માટે અને તેના ઉપયોગના હેતુ માટે વાપરવાની હોય છે અને અ.પ. દ્વારા પણ આ ગ્રાન્ટો અનુસૂચિત જાતી સમાજ માટે ઉપયોગી થાય તે માટે ગ્રાન્ટો ફાળવો છો. તે ગ્રાન્ટો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નગરપાલિકાના કર્મચારીના મિલાપીપણાથી તેનો દૂર ઉપયોગ થાય છે. જેથી આ કામો અનુસૂચિત ભાજપ તથા અન્ય પાર્ટીના ચુંટાયેલા અનેક સભ્યો દ્વારા આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને તથા પ્રમુખને રજુઆત કરેલ છે છતાં આ બાબતે કોઈપણ ઉકેલ આવેલ નથી.

આ લોકોએ એક બીજાના મિલાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે અને ઉપરોકત કોલમમાં જણાવેલ અનુસૂચિત જાતિ સમાજની ગ્રાન્ટોનો ગેર ઉપયોગ કરવો. નબળું ગુણવત્તા વગરનું કામ કરવું તેમજ અનુસુચિત જાતિ સમાજને ઉપયોગમાં ના આવે તેવા કામો કરવા સહિતના જામરાવલ નગરપાલિકા દ્વારા એસ.સી.એસ.પી. ગ્રાન્ટ જે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ ૨૦૨૦/૨૧ તથા વર્ષ ૨૦૨૧/૨૨, ૨૦૨૨/૨૩, ૨૦૨૩/૨૪ તેમજ ૨૦૨૪-૨૫ના વર્ષની કુલ ગ્રાન્ટ રૂ.  ૧.૫૮.૮૯.૦૦૦ના કામો જે કરેલ છે તેની તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારમાં જે કર્મચારીઓ, ચૂંટાયેલા હોદેદારો તેમજ એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

આવેદનપત્રમાં દલિત સમાજના સ્મશાન પાસે રિટેઈનીંગ વોલ બનાવવા તથા દલિત સમાજના સ્મશાનમાં લાકડા ભરવાનો રૂમ બનાવવાના કામો દર્શાવ્યા છે. તેમાં દલિત સમાજમાં પાર્થિવ દેહને સમાધિ અપાતી હોઈ, લાકડાના રૂમની જરૂરિયાત રહેતી નથી, અને રિટેઈનીંગ વોલનું કામ પણ નબળું હોવાની રાવ કરવામાં આવી છે.

આ અંગે કલેકટરને આવેદનપત્ર અપાયુ છે, અને કોઈ કાર્યવાહી નહીં થાય તો દલિત સમાજ સત્યાગ્રહ આદરશે. તેમ પણ સુત્રો જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh