Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને જરા પણ નુકસાન થયુ નથીઃ એનએસએ અજીત ડોભાલ

પાકના દાવાને પાયાવિહોણાં ગણાવી વિદેશી મીડિયાના અહેવાલોને ફગાવ્યા કહ્યુ, 'એક પણ તસ્વીર બતાવો !'

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: ઓપરેશન સિંદૂરમાં ભારતને નુકસાનનો દાવો ફગાવતા એનએસએ ડોભાલે કહ્યું કે એ વિદેશી મીડિયાના બિનપાયેદાર અહેવાલો હતા. ભારતને નુકસાનની એક પણ તસ્વીર બતાવો.

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે પાકિસ્તાનના દાવાઓને પાયાવિહોણા ઠેરવતાં ખુલ્લો પડકાર આપ્યો છે કે, આ ઓપરેશનમાં ભારતને થયેલા નુકસાનની એક પણ તસ્વીર મને બતાવો.

આઈઆઈટી મદ્રાસમાં સંબોધન આપતી વખતે ડોભાલે કહૃાું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે વિદેશી મીડિયા દ્વારા ખોટી અફવા ફેલાવામાં આવી રહી છે. આ ઓપરેશનમાં ભારતને કોઈપણ નુકસાન થયુ નથી. મને એક પણ તસવીર બતાવો, જેમાં ભારતને નુકસાન થયુ હોય. એક ગ્લાસ પણ તૂટ્યો નથી. વિદેશી મીડિયાએ અનેક વાતો કરી. તેમણે અમુક તસ્વીરોનો આધાર લઈ પાકિસ્તાનના ૧૩ એરબેઝ પર વાત કરી. પરંતુ આ એરબેઝની ૧૦ મે પહેલાં અને ત્યારબાદની સેટેલાઈટ ઈમેજ જોઈ લો. ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ડોભાલે કહૃાું કે, ટેક્નોલોજી અને વોરફેર વચ્ચે સંબંધ હંમેશાં મહત્ત્વપૂર્ણ રહૃાો છે. અમને ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. આ ઓપરેશન દરમિયાન અમે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે સરહદ પાર પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણે હુમલા કર્યા. તમામ ટાર્ગેટ સટીક રહૃાાં. અમે માત્ર આતંકવાદીઓના ઠેકાણાંને નષ્ટ કર્યાં. ૨૩ મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. પાકિસ્તાનની સરહદમાં નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.

૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ૭ મેની રાતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. જે હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણાંને ઉડાવી દીધા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીની સામે પાકિસ્તાની સેનાએ પણ ભારતના સૈન્ય અને નાગરિક ઠેકાણાંને ટાર્ગેટ બનાવ્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ સૂઝબુઝથી પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ કર્યા હતાં. ચાર દિવસ સુધી ચાલેલા તણાવ બાદ ૧૦મેના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયર થયુ હતું.

ભારત સાથે આ સીઝફાયર માટે પાકિસ્તાને એક વાર નહીં પણ બે વખત સંપર્ક સાધ્યો હતો. ૭મેની સાંજે ભારત સાથે સીઝફાયર કરવા સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ દ્વારા ઔપચારિક સંદેશ મારફત સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦ મેના રોજ બપોરે ૩.૩૫ વાગ્યે ડીજીએમઓ સ્તરે બેઠક થઈ હતી. બંને પક્ષે સીઝફાયર પર સહમતિ કરવામાં આવી.

જો કે, ઓપરેશન સિંદૂરમાં ભારતના વિમાનો તોડયા હોવાના પાકિસ્તાનના દાવાઓને ડોભાલે ફગાવ્યા, તે પહેલા ભાજપ સેનાના કેટલાક અધિકારીઓએ કરેલા નિવેદનો પછી આ મુદ્દે વિવાદ ઉઠયો હતો અને વિપક્ષોએ મોદી સરકારને ઘેરી હતી. એવુ મનાય છે કે, ડોભાલે આ તમામ વિવાદો અને સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન પણ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh