Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામા પક્ષે પણ છરીથી ઈજા કર્યાની નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીએ રૂ. ૨૦ હજારની હાથઉછીની આપેલી રકમ પરત માંગતા તેના પર પતિ, પત્ની તથા પિતાએ હુમલો કર્યાની અને બાંધીને માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે સામાપક્ષે પણ હમણા પૈસા નથી તેમ કહેતા ઉઘરાણી કરવા આવેલા શખ્સે છરીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરના મોરકંડા રોડ પર અનમોલ પાર્કમાં રહેતા ફિરોઝ અલારખા દલ નામના આસામીએ જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં રહેતા અનવર અલારખા આસાણીને અગાઉ રૂ. ૨૦ હજાર હાથઉછીના આપ્યા હતા. તેની ઉઘરાણી માટે ગઈકાલે બપોરે અનવરના ઘેર ગયેલા ફિરોઝ દલને પૈસા ન આપવાનું અને રકમ ભૂલી જવાનું કહેવાતા ફિરોઝભાઈએ પૈસા લઈને જ જઈશ તેમ કહેતા ઉશ્કેરાયેલા અનવર તેમજ તેના પિતા અલારખા નુરમામદ હાસાણી ઉર્ફે બાબુભાઈ તથા પત્ની અફસાનાબેન અનવરભાઈએ ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી. અનવર તથા તેના પિતા અલારખાએ પાવડો ઉપાડી હુમલો કર્યાે હતો તેથી ફિરોઝભાઈએ દોટ મૂકી હતી.
આ વેળાએ અફસાનાબેને તેઓને પકડી લીધા હતા. તે દરમિયાન આવી પહોંચેલા અનવર અને અલારખાભાઈએ પાવડા વડે હુમલો કરી માર માર્યાે હતો. અફસાનાબેને લાવી આપેલી દોરીથી ફિરોઝભાઈને બાંધી દીધા પછી ફરીથી અનવર તથા અલારખાભાઈએ પાવડાના હાથાથી ફટકા મારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવારમાં ખસેડાયેલા ફિરોઝભાઈએ રાત્રે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
તે ફરિયાદની સામે અનવર અલારખાભાઈ આસાણીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ હાથઉછીની આપેલી રકમની ઉઘરાણી માટે ગઈકાલે બપોરે ફિરોઝ અલારખા દલ આવ્યા હતા. તેઓને હમણા હાથ ઉપર પૈસા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા ફિરોઝ દલે ગાળો ભાંડ્યા પછી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી અનવરભાઈને ગાલ પર ઈજા પહોંચાડી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial