Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોસ્ટલ હાઈવેને મંદિર સાથે જોડતા માર્ગનું વિસ્તૃતિકરણ આવકાર્ય
ખંભાળિયા તા. રપઃ અંદાજીત રૂ. ૬૮ કરોડથી વધુના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીથી હર્ષદમાતા મંદિર સુધીનો ફોર ટ્રેક સી.સી. રોડ બનાવાશે, જે સુદર્શન સેતુની જેમ અદ્ભુત રમણીય દૃશ્ય ઊભું કરશે.
રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને પ્રવાસન થકી જિલ્લાભરમાં રોજગાર અને વિકાસની નવી દિશાઓ ખૂલે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર અગત્યનું પ્રવાસન કેન્દ્ર છે. ગાંધવી (પોરબંદર-દ્વારકા હાઈ વે) થી હર્ષદ માતા મંદિરનો આ પ્રસ્તાવિત ફોર ટ્રેક સી.સી. રોડ ધાર્મિક પ્રવાસનના સ્થળને સારી કનેક્ટિવિટી પૂરી પાડશે અને કોસ્ટલ ટુરિઝમને વેગ આપશે.
આ પ્રોજેક્ટ થકી આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે. આ રોડ અંદાજિત ૭ કિ.મી.નો ર૪ મીટર રસ્તો વરસાદી પાણીના નિકાલ, ફૂટપાથ સાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે, જે દરિયાકાંઠા નજીક એક સુંદર દૃશ્યનું નિર્માણ કરશે. રસ્તાઓ વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ-સ્ટેટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial