Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓળખના પુરાવા પોલીસને સોંપ્યા નહીં:
જામનગર તા. ૨૫: જામનગર નજીક દરેડમાં એક આસામીએ પોતાની ઓરડીઓ પરપ્રાંતીય વ્યક્તિઓને ભાડે આપ્યા પછી તે વ્યક્તિઓના ઓળખના પુરાવા પોલીસને નહીં આપતા પોલીસે ખુદ ફરિયાદી બની આ આસામી સામે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ નજીક પટેલવાસમાં વસવાટ કરતા હુસેનભાઈ ઈકબાલભાઈ ખફી નામના આસામીએ પોતાના વિસ્તારમાં ચાર ઓરડી તૈયાર કરાવી હતી.
આ ઓરડીઓ તેઓએ પરપ્રાંતીય નાગરિકોને ભાડે આપવા માટે તજવીજ કર્યા પછી હાલમાં તેમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યા છે. આ વ્યક્તિઓની ઓળખના પુરાવા કાયદા મુજબ પોલીસને આપવાના થતાં હોવા છતાં હુસેનભાઈએ રૂબરૂ કે ટપાલ મારફત તે ઓળખ પ્રૂફ પોલીસને ન મોકલતા પંચકોશી બી ડિવિઝનના પોલીસકર્મી જે.આર. જાડેજાએ ખુદ ફરિયાદી બની તેઓની સામે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial