Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાંથી સુરત જિલ્લા માટે રવાના કરાયેલા ડીઝલના જથ્થામાંથી ૨૩૦૯ લીટર ડીઝલ કાઢી લેવાયું

રૂ.૨ લાખથી વધુનું ડીઝલ ટેન્કર ડ્રાઈવરે કાઢી વેચી નાખ્યાની ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના મોટી ખાવડી ગામમાં આવેલી એક ખાનગી પેઢીના ટેન્કરમાં સપ્તાહ પૂર્વે ૨૪ હજાર લીટર ડીઝલ ભરી આપવામાં આવ્યા પછી તે ટેન્કર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રવાના કરાયું હતું. ત્યાં પહોંચેલા ટેન્કરમાંથી ૨૩૦૯ લીટર ડીઝલ ઓછું નીકળતા અંદાજે રૂ.ર લાખથી વધુનું ડીઝલ માર્ગમાં તે ટેન્કરના ચાલકે કાઢી લઈને વેચી નાખ્યાની પેઢીના કલાર્કે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં કોટક કોર્પોરેશન નામની પેઢીની ઓફિસમાં કારકૂન તરીકે નોકરી કરતા અને જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતા મોહસીનભાઈ રસીદભાઈ બ્લોચે મેઘપર પોલીસ મથકમાં જીજે-૧૦-ટીવી ૭૩૭૭ નંબરના ડીઝલ ટેન્કરના ચાલક મૂળ જામનગરના વાગડીયા ગામના વતની અને હાલમાં દરેડમાં રહેતા દેવશીભાઈ માલદેભાઈ કરમટા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા.૧૭ની સવારે કોટક કોર્પોરેશનના ટ્રક નં.જીજે-૧૦-ટીવી ૭૩૭૭માં ૨૪ હજાર લીટર ડીઝલનો જથ્થો ભરી આપવામાં આવ્યો હતો. તે જથ્થો સુરત જિલ્લાના માંડવી તાલુકાના તાડકેશ્વર સ્થિત દુર્ગા ઈન્ફ્રા માઈનીંગ પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીના પ્લાન્ટમાં ખાલી કરવાનો હતો.

તે ટેન્કર લઈને ડ્રાઈવર દેવશીભાઈ કરમટા ૧૭ તારીખે સવારે નીકળ્યા પછી ૧૮ તારીખે સાંજે નિયત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડીઝલ ખાલી કરવામાં આવતા તેમાંથી ર૩૦૯ લીટર ડીઝલ ઓછું નીકળ્યું હતું. અંદાજે રૂ.૨૦૮૨૦૨ની કિંમતનો ડીઝલનો આ જથ્થો ડ્રાઈવર દેવશીભાઈ કરમટાએ માર્ગમાં કોઈપણ જગ્યાએ કાઢી લઈ તેનું વેચાણ કરી નાખ્યાની આશંકા સેવાઈ રહી છે. આમ કરી દેવશીભાઈએ કોટક કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત આચર્યાે છે. પીઆઈ પી.ટી. જયસ્વાલે બીએનએસની કલમ ૩૧૬ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh