Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝેન- ઝેડ ઝંપવા નહીં દ્યેઃ પાંચ દિ'માં ત્રણ મોટા આંદોલનો
નવી દિલ્હી તા. ૨૮: પેટ્રોલમાં ઈ૨૦ ઇથેનોલ મિશ્રણ સામે દેશભરમાં વિરોધ ઉગ્ર બન્યો છે. ૩૧ જુલાઈએ તહસીન પૂનાવાલા ઇન્ડિયા ગેટથી સંસદ સુધી 'ગાડી માર્ચ' કરશે. ૧ ઓગસ્ટે દિલ્હીમાં 'નેશનલ ટાઉનહોલ' અને ૪ ઓગસ્ટે ટ્રાન્સપોર્ટ યુનિયનો સંસદ સુધી માર્ચ કરશે.
'ઈ૨૦ જનતા પાર્ટી' દ્વારા સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચાલી રહૃાું છે, જેમાં શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ માંગવામાં આવી રહૃાો છે. ભારતમાં એક સમયે પેટ્રોલના ભાવને લઈને રાજકારણ અને વિરોધ પ્રદર્શનો થતા હતા, પરંતુ હવે લડાઈ પેટ્રોલની અંદર શું ભેળવવામાં આવી રહૃાું છે તેના પર શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ઈ૨૦ ફ્યુઅલને ભવિષ્ય ગણાવી રહી છે, જ્યારે વિરોધ કરનારા લોકો પહેલા વિકલ્પ આપવાની માંગ કરી રહૃાા છે.
નેતાઓ, ટ્રાન્સપોર્ટ યુનિયનો, સોશિયલ મીડિયા કેમ્પેઈનર્સ અને સામાન્ય વાહન માલિકો વચ્ચે ઈ૨૦ મુદ્દે ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દો હવે પેટ્રોલ પંપ અને સોશિયલ મીડિયાથી આગળ વધીને દિલ્હી અને સંસદ સુધી પહોંચવા જઈ રહૃાો છે.સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ તહસીન પૂનાવાલાએ ૩૧ જુલાઈના રોજ ઇન્ડિયા ગેટથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી 'ગાડી માર્ચ' કાઢવાની જાહેરાત કરી છે.
તેમણે દાવો કર્યો કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કોર્ટમાં એવું કહૃાું છે કે તેમનો ઇથેનોલ પોલિસી સાથે સીધો સંબંધ નથી. આ સિવાય પૂનાવાલાએ ગડકરીના એક જૂના વીડિયોનો હવાલો પણ આપ્યો હતો જેમાં તેઓ ૧૫ રૂપિયે લીટર પેટ્રોલ મળવાની વાત કરી રહૃાા હતા. આ મુદ્દાઓને લઈને તેમણે લોકોને માર્ચમાં જોડાવા અપીલ કરી છે.
બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઈ૨૦ મુદ્દે લોકોને એકજૂથ થવા અપીલ કરી છે. તેમણે ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં 'નેશનલ ટાઉનહોલ અગેન્સ્ટ ઈ૨૦' આયોજિત કરવાની જાહેરાત કરી છે, જેમાં લોકો ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાઈ શકશે. આ ઉપરાંત, દિલ્હીની ટેક્સી અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને ૪ ઓગસ્ટના રોજ સંસદ સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યું છે.
સોશિયલ મીડિયા પર 'ઈ૨૦ જનતા પાર્ટી' નામે એક ડિજિટલ કેમ્પેઈન પણ ઝડપથી લોકપ્રિય થઈ રહૃાું છે. આ સ્વતંત્ર નાગરિક અભિયાનનો મુખ્ય હેતુ વાહન માલિકોને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ (અથવા ઈ૫, ઈ૧૦) પસંદ કરવાનો વિકલ્પ અપાવવાનો છે. ઈન્સ્ટાગ્રામ પર ૪.૬૨ લાખ અને ઠ (ટ્વિટર) પર ૫૫ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ ગ્રુપ દ્વારા ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પોલિસી સામે મીમ્સ, વ્યંગ અને જાગરૂકતા પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇથેનોલના ઉપયોગથી ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટશે, ખેડૂતોને આર્થિક લાભ થશે અને પર્યાવરણને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પડકાર ફેંક્યો હતો કે જો ઈ૨૦ પેટ્રોલના કારણે એક પણ વાહનમાં ટેકનિકલ ખામી આવી હોય તો તેનું નામ જણાવો. જોકે, બીજી તરફ સ્થાનિક સર્વે અનુસાર ૫૩% લોકો ઈ૨૦ લાગુ કરવાની પદ્ધતિથી નારાજ છે, ૬૬% લોકોએ માઇલેજ ઘટવાની ફરિયાદ કરી છે અને ૪૫% લોકોનું માનવું છે કે વાહનોનું મેન્ટેનન્સ ખર્ચ વધી ગયું છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું એક પેપર લીક થતા ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખોએ યુનિવર્સિટીને આવેદનપત્રો પાઠવ્યા પછી વિદ્યાર્થીઓનો આક્રોશ જોતા જો સત્વરે તપાસના પરિણામો જાહેર કરીને દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો ઝેન-ઝેડનું આંદોલન થવાની સંભાવના નકારી શકાતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial