Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન પાયલોટ પ્રોજેકટ શરૂ

બાકી લાભાર્થીઓને સત્વરે પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: રાશન વિતરણમાં ડિજિટલ પારદર્શિતા માટે સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. તેથી જામનગર જિલ્લાના બાકી લાભાર્થીઓને સત્વરે સીબીડીસીપ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ અનુરોધ કર્યો છે.

ભારત સરકાર તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવાના હેતુથી ગુજરાતમાં સીબીડીસી (સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી) આધારિત ડિજિટલ ફૂડ કૂપન પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં લાભાર્થીઓના સીબીડીસીથી વિતરણ થઇ શકે તે માટે અનુસરવાની કાર્યપદ્ધતિ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીઝર (એસઓપી) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં લાભાર્થી આપમેળે/ઘરેબેઠા સીબીડીસીથી વિતરણમાં જોડાય શકે છે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

જે લાભાર્થીના રાશનકાર્ડમાં દર્શાવેલ મોબાઇલ નંબર અને આધારકાર્ડમાં લીંક થયેલ મોબાઇલ નંબર સમાન હોય તેવા લાભાર્થીઓનો વાઇટ લિસ્ટેડ યાદીમાં સમાવેશ થયેલ છે.

આ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએએપ્લીકેશન ડાઉનલોડ કરી, રાશનકાર્ડની વિગતો ઉમેરતા સીમ વેરિફીકેશન અને પીન સેટ કર્યા બાદ આધારકાર્ડની વિગતો દાખલ કર્યેથી ઓટીપી જનરેટ થશે. જનરેટ થયેલ ઓટીપી એપ્લીકેશનમાં દાખલ કરી પ્રક્રિયા પૂર્ણ કરતા લાભાર્થી સીબીડીસીથી વિતરણ માટે યોગ્ય ગણાશે.

જે લાભાર્થીઓનું નામ વાઇટલીસ્ટેડ યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેઓએ આધારકાર્ડમાં અપડેટ થયેલ મોબાઇલ નંબર *માય રાશન* એપ્લીકેશન મારફત રાશનકાર્ડમાં અપડેટ કરવાથી વાઇટ લિસ્ટેડ યાદીમાં સમાવેશ થઇ જશે ત્યારબાદ વાઇટ લિસ્ટેડ લાભાર્થીએ ઉપર્યુક્ત પદ્ધતિ અનુસરી સીબીડીસી પૂર્ણ કરવાનું રહેશે.

વધુમાં, ફીચર્ડ ફોન (કીપેડ) ફોનમાં સીબીડીસીની પ્રોસેસ માટે ઝોનલ ઓફીસ અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરી સીબીડીસી કરી શકે છે તથા સીબીડીસીને લગત કોઇ પણ સમસ્યા/વિગતો માટે નજીકની વાજબી ભાવની દુકાન, વીસીઈ અથવા લગત ઝોનલ ઓફિસ/મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકાશે.

તમામ લાભાર્થીઓને એનએફએસએનો અવિરત લાભ મળી રહે તે હેતુથી સીબીડીસી માટે બાકી રહેતા જામનગર જિલ્લાના લાભાર્થીઓએ સત્વરે સીબીડીસીની પ્રક્રિયા કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh