Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારની વિદેશ સ્વસહાય યોજના થકી
ખંભાળિયા તા. ૨૮: લાભાર્થી દેવ બંધિયાન રૂ।. ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન સહાય યોજના થકી ખંભાળિયાના ભીંડા ગામના ખેડૂતનો પુત્ર યુ.એ.ઈ.માં લોજીસ્ટીકસ એન્ડ સપ્લાઈ ચેન મેનેજમેન્ટનો અભ્યાસ કરશે. તેમણે સરકારની આ યોજનાને આવકારી છે.
'સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત આપવામાં આવતી વિદેશ સહાય અભ્યાસ લોન યોજના થકી મારૃં વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર થશે, તેવું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના ખેડૂત પુત્ર શ્રી દેવ બંધિયાએ જણાવ્યું હતું.
દેવ બંધિયાએ પોતાને મળેલ યોજનાકીય સહાય અંગે જણાવ્યું હતું કે, મારે યુ.એ.ઈ.ના દુબઇ ખાતે માસ્ટર્સ અભ્યાસક્રમ કરવો હતો. મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાને કારણે આ સ્વપ્નના આડે આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બનતી હતી. આ નાણાકીય સમસ્યાનો ઉકેલ માટે હું પ્રયત્નશીલ હતો, તે સમય દરમિયાન મને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ માટે જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે, તેની જાણ થઈ હતી. આ અંગેની પૂર્ણ માહિતી મેળવી લોન સહાય મેળવવા અરજી કરી હતી. જિલ્લા સમાજ કલ્યાણ કચેરીના અધિકારી અને કર્મચારીના સહયોગથી મારી વિદેશ અભ્યાસની લોન ખૂબ જ ઝડપથી પાસ થઈ ગઈ હતી.
તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં હું યુ.એ.ઈ.ના દુબઇમાં લોજીસ્ટીક્સ એન્ડ સપ્લાઈ ચેન મેનેજમેન્ટ અંગેનો અભ્યાસક્રમ કરવા જઈશ. આ અભ્યાસ હું કરી શકું તે રાજ્ય સરકારની આ વિદેશ અભ્યાસ સહાય યોજના થકી જ શક્ય બન્યું છે. આ માટે હું રાજ્ય સરકાર અને સમાજ કલ્યાણ વિભાગનો આભાર વ્યક્ત કરૃં છું.
એક સામાન્ય ખેડુત પરિવારમાંથી હોવા છતાં વિદેશ અભ્યાસ કરવાનું મારૃં સ્વપ્ન સાકાર કરી શક્યો છું. મારા માટે સરકારની વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય યોજના ખરેખર મદદરૂપ પુરવાર થઈ છે. તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓ નબળી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના કારણે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ અભ્યાસની તકથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન સહાય યોજના થકી આર્થિક રીતે મજબૂત ટેકો પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના અંતર્ગત રૂ।. ૧૫ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે. વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial