Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સફર કા કૃષ્ણ કા ભી મન હો ગયા, સુદર્શન સેતુ પાવન હો ગયાઃ
ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. તેમની લીલાઓ અપરંપાર છે. ગોકુલમાં માખણચોરીથી લઈ મહાભારતમાં વિરાટ સ્વરૂપ ધારણ કરી ગીતા જ્ઞાન આપવા સુધીની લીલાઓ અહેસાસ કરાવે છે કે કૃષ્ણ કાઈપણ કરી શકે છે. ચમત્કારનું બીજું નામ જ કૃષ્ણ છે એમ કહીશકાય. એટલે જ કૃષ્ણ બધા બંધનોથી પર છે. ધર્મની સરહદો પણ કૃષ્ણ ભૂંસી નાખે છે. કૃષ્ણ ભક્તિની કવિતાઓ રચનાર રસખાનથી લઈને અનેક મુસ્લિમ કૃષ્ણ ભક્ત રહ્યા છે ત્યારે જામનગરમાં પણ એક મુસ્લિમ ચિત્રકારે પોતાની કલા અને કલ્પનાથી શ્રીકૃષ્ણની અદ્ભુત લીલાને કેનવાસ ઉપર કંડારી છે. આરબલુસના વતની અને કૃષ્ણનગરી દ્વારકામાં જીવનનો સુવર્ણ સમય પસાર કરનાર તથા હાલ જામનગરમાં સ્થાયી થનાર ખૂંભિયા ફખરૂદ્દીનભાઈ અલી નાનપણથી ચિત્રનો શોખ ધરાવતા હતાં અને આપબળે અભ્યાસથી ચિત્રકાર બન્યા છે. તેઓ કે.એફ. અલી નામથી ચિત્રો બનાવે છે. કૃષ્ણ ભગવાન પ્રત્યેની આસ્થાને પગલે તેઓએ દ્વારકા અને કૃષ્ણ લીલાના અનેક ચિત્રો તૈયાર કર્યા છે. હવે તેમણે ઓખા-બેટદ્વારકા વચ્ચે દરિયામાં બનેલ સુદર્શન સેતુ પર શ્રીકૃષ્ણ પગપાળા ચાલતા હોય એવું અદ્ભુત કાલ્પનિક ચિત્ર કંડાર્યું છે. કેનવાસ ર એકૈલિક કલરથી ર૦ દિવસથી પરિશ્રમ પછી તેમણે આ ચિત્ર તૈયાર કર્યું છે. દ્વારકાના એક કૃષ્ણ ભક્તની માંગ મુજબ તેમણે આ ચિત્ર બનાવ્યું છે. સુદર્શન સેતુ નિર્માણ પામ્યા પછી પ્રવાસીઓ માટે આકર્ષણનંુ કેન્દ્ર બન્યો છે, ત્યારે શ્રીકૃષ્ણને પણ સુદર્શન સેતુ પર ભ્રમણ કરવાનું મન થયું હોય અને તેઓ પગપાળા સેતુ પર ફરવા નીકળ્યા હોય એવો ભાવ અભિવ્યક્ત કરતું આ ચિત્ર એકદમ જીવંત લાગે છે અને આપણને યાદ અપાવે છે કેે કૃષ્ણ કાંઈપણ કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial