Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જરૂરી બે તૃતીયાંસ બહુમતિના ફાંફાઃ સરકાર સામે પડકાર
નવી દિલ્હી તા. ૧૭: મહિલા અનામતના ત્રણ બિલો પર ચાલી રહેલી ચર્ચા પછી આજે સાંજે ૪ વાગ્યાના મતદાન પર સૌની નજરો મંડરાયેલી, કારણ કે નંબર ગેમમાં મોદી સરકાર સામે પડકાર એટલા માટે ઊભો થયો હતો કે વિપક્ષો એકજુથતા તૃતીયાંસ બહુમતિ સરળ જણાતી હતી.
મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ અત્યંત મહત્ત્વના વિધેયકોને લઈને લોકસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
આજે સાંજે ૪ વાગ્યે થનારૃં અંતિમ મતદાન નક્કી કરશે કે આ ઐતિહાસિક સુધારો પસાર થશે કે કેમ?
ગુરુવારે જ્યાર આ વિધેયકો રજૂ કરવામાં આવ્યા ત્યારે થયેલા ડિવિઝનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સદનમાં હાજર ૪૩૬ સાંસદોમાંથી ૧૮પ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે, એટલે કે લગભગ ૪ર ટકા સાંસદો શરૂઆતી તબક્કે જ સરકારની સાથે દેખાયા નથી. બંધારણીય સુધારા માટે સરકારને બે તૃતીયાંશ (ર/૩) બહુમતિની જરૂર છે, જે હાલના સંજોગોમાં પડકારજનક દેખાઈ રહી છે.
લોકસભાની હાલની સ્થિતિ જોતા સરકાર માટે આંકડાકીય લક્ષ્ય મુજબ સદનની પ્રભાવી સંખ્યા પ૪૦ માંથી જરૂરી બહુમતી માટે ઓછામાં ઓછા ૩૬૦ સાંસદો જોઈએ. જો વિપક્ષ પોતાની એક્તા જાળવી રાખે અને તૃણમુલ કોંગ્રેસના વધુ ર૦ સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે ૩૬૦ નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.
સામાન્ય રીતે પ્રસ્તાવો ધ્વનિ મતથી પસાર થતા હોય છે, પરંતુ આ વિધેયકો પર વિવાદ હોવાથી ઓટોમેટિક વોટ રેકોર્ડર સિસ્ટમ દ્વારા મતદાન થશે, જેમાં સાંસદોએ 'હા', 'ના' અથવા ગેરહાજરના વિકલ્પ પસંદ કરવાના રહેશે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સાંસદોને વ્હીપ જારૂ કરીને હાજર રહેવા આદેશ આપ્યો છે. ગુરુવારે તૃણમુલ કોંગ્રેસના સાંસદોની હાજરી મર્યાદિત હતી, પરંતુ આજે મમતા બેનર્જીની પાર્ટીના આશરે ર૦ સાંસદો દિલ્હી પહોંચી મતદાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ વધારાના મતો વિપક્ષના પલડાને ભારે કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial