Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિતઃ
રાજકોટ તા. ૧૭: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રિકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે.
જેમાં રદ્ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર રર૯પ૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી તા. ૧૮-૪-ર૦ર૬ ના રદ્ રહેશે તેમજ ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી તા. ૧૯-૪-ર૦ર૬ ના રદ્ રહેશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર રર૭૧૮ સિકંદરાબાદ-રાજકો સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. ૧૯-૪-ર૦ર૬ ના વડોદરા ડિવિઝનમાં અંદાજે ૪પ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial