Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં ૪૭,૧રપ મણની વિવિધ જણસીની આવક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટ યાર્ડ) માં ગઈકાલે ઘઉં, ચણા, એરંડા, લસણ વિગેરેની મબલખ આવક થવા પામી હતી. કુલ ૪૭,૧રપ મણની વિવિધ જણસીની આવક થતા યાર્ડ ઉભરાયું હતું.

ઘઉંની ૮ર૭૩ મણની આવક થવા પામી હતી, અને પ્રતિમણનો ભાવ રૂ।. ૪૦૦ થી પ૦૬ નો રહ્યો હતો. એરંડાની ૩પ૬૩ મણની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ પ્રતિમણનો ૧૧૦૦ થી ૧ર૪૧ નો રહ્યો હતો. લસણની પ૪ર૭ મણની આવક થઈ હતી અને ભાવ રૂ।. ૮રપ થી ૧પ૪૦ નો રહ્યો હતો. જીરૂની ૩૧૭૧ મણની આવક ભાવ રૂ।. ર૦૦૦ થી ૪૦૬૦ નો રહ્યો હતો. અજમાની ૩૩૧પ મણની આવક થવા પામી હતી અને ભાવ રૂ।. ૧૦૭૦ થી ૪૦૪પ નો રહ્યો હતો. જ્યારે ધાણા-ધાણીની પ૯૪૬ મણની આવક થઈ હતી અને ભાવ પ્રતિમણનો રૂ।. ૧૦૦૦ થી રપ૦પ નો બોલાયો હતો.

આમ અન્ય મળી વિવિધ જણસોની કુલ ૧૮,૪૩૬ ગુણી એટલે કે ૪૭,૧રપ મણની આવક થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh