Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેને ફ્રેક્ચર થયાઃ બંને પક્ષની સામસામી ફરિયાદઃ
જામનગર તા. ૧: દ્વારકામાં સોમવારની રાત્રે બે જૂથ વચ્ચે પાઈપ, ધોકા, લોખંડના સળીયા વડે બઘડાટી બોલી ગઈ હતી. ત્રણેક વર્ષ પહેલાં ગરબીમાં કોઈ બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી બંને જૂથ સામસામા આવી ગયા હતા. બે યુવાનને ફ્રેક્ચર થઈ ગયા છે. જ્યારે અન્યને નાની મોટી ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા તાલુકાના લવરારી ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોપાલભા ધનાભા ભગાડ નામના યુવાનના મામાના દીકરા તરૂણને ત્રણેક વર્ષ પહેલાં ગરબીમાં મેવાસા ગામના આનંદભા સુમણીયા સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. આ બાબતનો ખાર રાખી ગયા સોમવારની રાત્રે ગોપાલભાને ફોનમાં ગાળો ભાંડ્યા પછી આનંદભાએ દ્વારકામાં ઈસ્કોન ગેઈટ પાસે મળવા માટે બોલાવ્યો હતો. ત્યાં પહોંચેલા ગોપાલભા, માણશીભા, જયેશભા મંગાભા, કાનાભા, જશરાજભા, તરૂણભા પર પાઈપ, સળીયા વડે આનંદભા, વિશાલભા, વિપુલ માણેક, કનૈયાભા, અભુભા માણેકે હુમલો કરી માર માર્યાે હતો. જેમાં માણશીભાને ફ્રેક્ચર થઈ ગયું હતું. અન્ય વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
તે ફરિયાદની સામે વિપુલભા સમૈયાભા માણેકે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ત્રણેક વર્ષ પહેલાં તેના ભાઈ વિશાલને ગરબીમાં કોઈ બાબતે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી સોમવારની રાત્રે ઈસ્કોન ગેઈટ પાસે માણશીભા ધનાભા, ગોપાલભા ધનાભા, કાનાભા કેર અને બે અજાણ્યા શખ્સે ધોકા, સળીયા, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં વિપુલભાનો હાથ ભાંગી ગયો હતો અને અન્ય વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસે બંને ફરિયાદ પરથી કુલ દસ આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial