Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં નેત્ર-દંત સહિતના નિઃશુલ્ક કેમ્પો

આગામી તા. પાંચમી જાન્યુઆરીના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ગાયત્રી શક્તિપીઠ-જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સદ્ગુરુ સુપર મેગા નેત્રમણિ-નેત્રયજ્ઞ કેમ્પ તા. પ/૧ ના સવારે ૯ થી ૧ર ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ્ પેટ્રોલપંપ પાછળ, સરૂસેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે, જેમાં મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને રહેવા-જમવા, આવવા-જવા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રશેર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પ, અને લાયન્સ ક્લબ વેસ્ટ-જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh