Advertisement
Author: નોબત સમાચાર

સિગારેટ પર ૪૦% જીએસટી સાથે વસુલાશે નવી એકસાઈઝ ડયુટી

'દમ' મારવા વધુ 'દામ' ખર્ચવા પડશે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: ફેબ્રુઆરીથી સિગારેટ પર ૪૦% જીએસટીની સાથે નવી એકસાઈઝ ડયૂટી વસૂલાશે.

નવા વર્ષની શરૂઆતમાં જ સિગારેટ ફૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારત સરકારે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ નવી એક્સાઇઝ ડ્યુટી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. આ નવી એક્સાઇઝ ડ્યુટી સિગારેટની લંબાઈના આધારે લાગુ કરવામાં આવશે, જેમાં પ્રતિ હજાર નંગ પર રૂપિયા ૨૦૫૦ થી લઈને ૮૫૦૦ સુધી નક્કી કરવામાં આવી છે.

આ ટેક્સ હાલના ૪૦ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત (જીએસટી + નવી એક્સાઈઝ ડયુટી) વસૂલવામાં આવશે. હાલમાં ભારતમાં સિગારેટ પર કુલ ૫૩ ટકા જેટલો ટેક્સ લાગી રહૃાો છે. જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા નિર્ધારિત ૭૫ ટકાથી ઘણો ઓછો છે. ભારત સરકારનું માનવું છે કે નવી એક્સાઇઝ ડ્યુટી આ બંને વચ્ચેના અંતરમાં ઘટાડો કરશે. જેથી તમાકુથી થઈ રહેલા નુકસાનમાં સહાય મળશે.

એક્સાઇઝ ડ્યુટીએ ભારતમાં માલના ઉત્પાદન પર લાગુ કરવામાં આવતો કર છે, જે આલ્કોહોલ, પેટ્રોલિયમ અને તમાકુ જેવા કેટલાક ઉત્પાદનો પર લાગુ પડે છે. મહત્ત્વનું છે કે આ પહેલા ડિસેમ્બર ૨૦૨૪માં સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ ૨૦૨૫ને મંજૂરી આપી હતી. જે પ્રમાણે સિગારેટ અને તમાકુના ઉત્પાદન પર અસ્થાયી (કામ ચલાઉ) ટેક્સને સમાપ્ત કરી સ્થાયી(કાયમી) ટેક્સ વ્યવસ્થા લાગુ કરવામાં આવી.

નવી એક્સાઇઝ ડ્યુટી આ સુધારા બિલ કાયદા પ્રમાણે જ વધારવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સિગારેટની કિંમતોમાં વધારો થશે, જેથી દેશભરના કરોડો સિગારેટ ફૂંકનારા લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. સરકારનો હેતુ વધારે ટેક્સ લગાવી તમાકુનું સેવન લોકો ઓછું કરે તેવો છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘટાડી શકાય, નવી નીતિથી તમાકુ ઉત્પાદનના વેચાણમાં ઘટાડો આવશે તેવી શક્યતા છે, જેથી સાર્વજનિક સ્વાસ્થ્યને પણ લાભ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh