Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર તથા તમામ બાયપાસ પર પોલીસ દ્વારા સઘન ચકાસણી કરાઈઃ દોઢ લાખના દંડની વસૂલાતઃ
જામનગર શહેર તથા જિલ્લામાં ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. પોલીસે તેની સાદગીપૂર્ણ ઉજવણી થઈ શકે તે માટે સઘન ચેકીંગ અને બંદોબસ્ત ગોઠવ્યા હતા. શહેરની આજુબાજુમાં આવેલા ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ, હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ ચેકીંગ કર્યું હતું. શહેરના મોટાભાગના માર્ગાે તેમજ શહેર સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પર પણ સઘન ચકાસણી હાથ ધરી હતી. જેમાં નશાની હાલતમાં ૧૬ વાહનચાલક ઝડપાઈ ગયા હતા. બે શખ્સ હથિયાર સાથે મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂબંધી ભંગના ૩૦ કેસ કરવામાં આવ્યા હતા. એમવી એકટની કલમ ૨૦૭ હેઠળ ૩૪ વાહન કબજે કરી લેવાયા હતા. ૩૪૭ વાહનચાલકો પાસેથી હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, ૧૫ એનસી કેસ કરાયા હતા, ૨૨૯૨ વાહન ચેક કરવામાં આવ્યા હતા. જ્યારે રૂ।.૧ લાખ ૫૦ હજાર ૫૦૦નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ૨૭ ફાર્મ હાઉસ, ૧૧ રિસોર્ટ, ૧૧૭ હોટલ-ધાબા, ૪૬ ગેસ્ટ હાઉસમાં પણ ચકાસણી કરાઈ હતી. ૧૯ ચેકપોસ્ટ સતત ધમધમતી રાખવામાં આવી હતી, બે ઔદ્યોગિક વિસ્તારમાં ચેકીંગ રાખવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યવાહી એસપી ડો. રવિમોહન સૈનીની સૂચનાથી સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી, હેડકવાર્ટર ડીવાયએસપીના વડપણ હેઠળ જે તે લગત પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખા અને એલસીબી, એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial