Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખુંટીયો બાઈક સાથે અથડાયા પછી મૃતક પર બેસી પડ્યોઃ
જામનગર તા. ૧૮: કલ્યાણપુરના ગુરગઢ ગામના પિતા-પુત્ર બે મહિના પહેલા બાઈક પર લીંબડી ગામ પાસેથી સમીસાંજે પસાર થતા હતા ત્યારે રોડ પર ઝઘડતા બે ખંુટીયામાંથી એક ખુંટીયાએ દોડી આવી બાઈકને ઠોકર માર્યા પછી પાછળ બેસેલા પિતા પર આ ખુંટીયો બેસી પડ્યો હતો. ગંભીર ઈજા પામેલા પિતાનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ (ઉ.વ.૪૭) નામના યુવાન પોતાના પુત્ર બશીરભાઈ સાથે ગઈ તા.૧૪ સપ્ટેમ્બરની સાંજે બાઈક પર લીંબડી ગામથી ગુરગઢ જવા માટે નીકળ્યા હતા.
આ પિતા-પુત્રનું બાઈક જ્યારે લીંબડી-દ્વારકા ધોરીમાર્ગ પર ઓમ હોટલ પાસે પહોંચ્યું ત્યારે રોડ પર બે ખુંટીયા ઝઘડી રહ્યા હતા. જેમાંથી એક ખુંટીયાએ દોડી આવીને લાખાભાઈના બાઈકને શીંગડુ ભરાવતા લાખાભાઈ તથા બશીરભાઈ ફેંકાઈ ગયા હતા. ત્યારપછી પાછળ બેસેલા લાખાભાઈ જ્યારે રોડ પર પડ્યા ત્યારે તેમના પર ખુંટીયો પડ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા લાખાભાઈને લોહીની ઉલ્ટી થઈ હતી.
સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર બશીરભાઈ શેખે પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial