Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં વસતિ ગણતરીની ઓનલાઈન પ્રક્રિયા ૧૭ થી ૩૧-મે-ર૦ર૬ સુધી ઉપલબ્ધ રહેશે

મે મહિનામાં સ્વગણના પછી જૂનમાં કર્મચારીઓ ડોર-ટુ-ડોર સંપર્ક કરશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧રઃ જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણનાની સુવિધા ૧૭ મે, ૨૦૨૬ થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેમાં નાગરિકો નિર્ધારિત સ્વ-ગણના પોર્ટલ (જી.ષ્ઠીહજેજ.ર્ખ્તદૃ.ૈહ) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. જનગણના કર્મચારીઓ દ્વારા તા.૧ જૂન થી તા.૩૦ જૂન સુધી ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરાશે. જનગણના કાર્યક્રમમાં સહયોગ આપવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા કરાયો અનુરોધ કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં જનગણના ૨૦૨૭ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે.

જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે.

જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણનાની સુવિધા તા.૧૭ મે, ૨૦૨૬ થી તા.૩૧મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત (જી.ષ્ઠીહજેજ.ર્ખ્તદૃ.ૈહ) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની કામગીરી ૦૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.

જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. જિલ્લા વહીવટીતંત્ર તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે તેઓ જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને જનગણના ૨૦૨૭ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh