Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાઃ ગાયત્રી મંદિરે વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ

ગાયત્રી શક્તિપીઠ અને ઈટ્રા દ્વારા રવિવારે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૨:  શ્રી ગાયત્રી પરિવાર દ્વારકા અને ઈટ્રા (જામનગર આયુર્વેદ હોસ્પિટલ) આયુષ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ને રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગાયત્રી મંદિર, દ્વારકામાં કરવામાં આવ્યું છે. જામનગરની હોસ્પિટલના પ્રખ્યાત આયુર્વેદ ડોકટરો-વૈદ્યો દ્વારા નવા-જુના તમામ પ્રકારના દર્દીઓનું નિદાન કરીને ઉપલબ્ધ આયુર્વેદ દવાઓ જામનગરની ઈટ્રા સંસ્થા તરફથી આપવામાં આવશે.

મિનીસ્ટ્રી ઓફ આયુષ ભારત સરકાર સંચાલિત જામનગરની ઈટ્રા સંસ્થાના સહયોગથી યોજાનારા આ કેમ્પમાં વિવિધ રોગોના ડોકટરો દ્વારા જરૂરી સલાહ-સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આયુર્વેદની પ્રખ્યાત "પંચકર્મ સારવાર" વિશે પણ માહિતી આપવામાં આવશે. તો ઓખામંડળ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જરૂરતમંદ દર્દીઓને કેમ્પનો બહોળો લાભ લેવા દ્વારકાની ગાયત્રી શક્તિપીઠના રૂપસિંહ માણેક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh