Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મે મહિનો શરૂ થઈ ગયો...પણ
ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા શહેરમાં છેલ્લા એક વર્ષને બાદ કરતા પ્રતિ વર્ષ ૯૦થી ૧૦૦ ઈંચ વરસાદ માટે ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યારે ખંભાળીયા પાલિકાનું નિંભર તંત્ર હજુ પ્રિ-મોન્સુન કામગીરી પણ ના કરતા રોષની લાગણી સાથે પાલિકાનું તંત્ર શું કામ કરે છે તેવો પ્રશ્ન સર્જાયો છે.
સામાન્ય રીતે જુન માસમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય, પાલિકા તથા મહાપાલિકાઓમાં એપ્રિલ માસની શરૂઆત અથવા મધ્યમાં પ્રિમોન્સુનની કામગીરી કરી દેવાય છે. જેથી પાણી ભરાય તેવા વોંકળા, લાઈનો, ગટરો, નદીના પાણી નીકળતા હોય તેવા છેલા તથા નાળાની સાફ-સફાઈ થાય કે જેથી વર્ષભરનો કચરો નીકળી જાય અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ના થાય, પરંતુ ખંભાળીયા પાલિકા દ્વારા એપ્રિલ તો પૂરો થઈ ગયો, પણ મે માસના નવ દિવસ પછી પણ હજુ પ્રિ-મોન્સુનનું કામ ચાલુ થયુ નથી કે કોઈ આયોજન થયું નથી..! શું હાલ વહીવટી શાસન છે, પાલિકા પદાધિકારીઓ નથી એટલે ? તેવો પણ પૂછાઈ રહ્યો છે. ખંભાળીયામાં પોરગેઈટ, એસએનડીટી, રામનાથ, નગરગેઈટ, સ્ટેશન રોડ, જોધપુર ગેઈટ, નવાપરા જેવા અનેક સ્થળોએ ચોમાસામાં પાણી ભરાતા હોય, અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, તેવું થતું હોય ત્યારે પાલિકાની વિલંબની નીતિ ભારે ટીકાપાત્ર બની છે. તુરંત વ્યવસ્થિત કામગીરી કરવા માંગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial