Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં નળ દ્વારા ડહોળા ગંદા પાણીના વિતરણથી રોગચાળો વ્યાપક બની રહ્યો છે !

ન.પા. તંત્રની ગંભીર બેદરકારી સામે હવે નાગરિક સમિતિ મેદાનમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા પાલિકામાં હજુ ચૂંટાયેલા પદાધિકારીઓની ચૂંટણી ના થતા હાલ પાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે બે-ત્રણ ઈજનેરો અને ચીફ ઓફિસર હોવા છતાં જાણે 'રામ ભરોસે' વહીવટ ચાલતો હોય તેવી ખંભાળીયામાં મોરલી મંદિર, લુહારશાળ, રામનાથ સોસાયટી, જડેશ્વર સોસાયટી સહિતના વિસ્તારોમાં એકાદ માસથી ગંદુ તથા ગંધાતુ પાણી વિતરણ થતાં આ બાબતે ધારાસભ્ય કાર્યાલયે ફરિયાદ પછી પણ તંત્ર ના સુધરતા નાગરિક સમિતિ દ્વારા કાનૂની રીતે સી.આર.પી.સી.ની કલમોમાં ફરિયાદ માટે આયોજન કર્યું છે.

રોગચાળાની સ્થિતિ             

ખંભાળયા પાલિકાના અનેક વિસ્તારોમાં ગંદા પાણીને કારણે ટાંકીઓમાં તથા ફિલ્ટર મશીનમાં પણ ગંદકીના ઢગલા અને ક્યાંક પોરા જઈ જવાની પણ હકીકતો સામે આવેલ છે. જડેશ્વર સોસાયટી જેવા વિસ્તારોમાં કેટલાક તબીબો પણ ઝાડા-ઉલટીના રોગની ઝપટમાં આવી ગયા હતા, તો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ ઝાડા-ઉલટી, પેટમાં દુઃખાવા જેવા કેસોનું પ્રમાણ વધ્યું છે ત્યારે, નીંભર પાલિકાતંત્રને હવે કાનૂની પગલાનો ચીંટીયો જ ભરવો પડશે !!

પાલિકા ચીફ ઓફિસર દ્વારા અનેક વખત પગલાં તથા કાર્યવાહી થવાની સુફીયાણી વાતો વચ્ચે પણ ગંદા પાણીની સ્થિતિ યથાવત રહેતા અધિકારીની કામ કરવાની દાનત પર પણ શંકાની સોય તણાય છે !!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh