Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નં. બેમાં આવેલા મેહુલ પાર્કમાં ભૂગર્ભ ગટરની નબળી કામગીરી

સ્થાનિક રહીશોની કમિશનરને રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના વોર્ડ નં. ૨માં મેહુલ પાર્ક વિસ્તારમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામની યોગ્ય તપાસ કરવા માંગણી-રજૂઆત કરવામાં આવી છે. આ કામ અત્યંત નબળી ગુણવત્તાવાળુ થઈ રહ્યું છે. આઈએસઆઈ માર્ક વગરના નબળી ગુણવત્તાના પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અનેક પાઈપ તૂટેલા હોય, તેનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.જમીનમાં સિમેન્ટ કોંક્રિટનો યોગ્ય બેઝ કરવામાં આવતો નથી. યોગ્ય ઢાળ પણ નહીં અપાયો હોવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉપસ્થિત થશે.

આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા ઈજનેર અને કોન્ટ્રાકટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ દાદ આપવામાં આવી ન હતી. આથી મેહુલ પાર્કના રહેવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત અને માંગણી કરી છે કે આ કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh