Advertisement
Author: નોબત સમાચાર

શહેરના સર્કલ પર કેરણ ભરેલા ડમ્પરની ઠોકરે ચઢી વિદ્યાર્થિની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની ગુરૂદ્વારા ચોકડી પર ગઈકાલે સાંજે એક વિદ્યાર્થિનીને સાયકલ સાથે કેરણ ભરેલા એક ડમ્પરે ટક્કર મારી હતી. સાયકલ પરથી આ તરૂણી ફેંકાઈ ગઈ હતી અને સાયકલનો ડૂચો બોલી ગયો હતો. જાહેરનામુ હોવા છતાં આ ડમ્પર ટ્રાફિક શાખાના જાંબાઝ જવાનોની નજર ચૂકાવીને કોઈ રીતે તે સ્થળ પર પહોંચી ગયું હોવાથી આશ્ચર્ય પ્રસર્યું છે.

જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસે ગઈકાલે સાંજે કેરણ જેવો માટીનો માલ ભરીને દોડ્યા જતા એક ટેન્કરે સાયકલ પર જઈ રહેલી વિદ્યાર્થિનીને ટક્કર મારી દીધી હતી. નસીબની બળવાન એવી આ વિદ્યાર્થિનીની દૂર જઈ પડી હતી. તે પછી સાયકર પરથી આ ડમ્પર ફરી વળ્યું હતું.

ડમ્પરના ફરી વળવાના કારણે સાયકલના ટૂકડા થઈ ગયા હતા. ત્યાં હાજર લોકો દોડી ગયા હતા. અકસ્માત પછી પણ વિદ્યાર્થિનીનો બચાવ થતાં તેણીના પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો પરંતુ જાહેરનામુ હોવા છતાં દિવસના સમયે આ ડમ્પર કઈ રીતે શહેરમાં ફરતું હતું? તે પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh