Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટુ વ્હીલર સ્લીપ થવાના અસંખ્ય બનાવઃ
જામનગર તા. ૪: જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારથી શંકરટેકરી ઉદ્યોગનગર તેમજ રણજીતનગર તરફ જતા રસ્તા પર શરૂ કરાયેલુ ખોદકામ હાલમાં બુરવામાં તો આવ્યું છે પરંતુ તેને યોગ્ય રીતે સમથળ બનાવવામાં આવ્યું નથી અને કાંકરી પાથરી દઈ કામ પૂરૃં થઈ ગયાનું માની લેવામાં આવ્યું છે. કાંકરીના કારણે આ રસ્તા પર ટુ વ્હીલર સ્લીપ થઈ રહ્યા છે. આ બાબતે નગરના એક જાગૃત નાગરિકે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.
જામનગર શહેરના સુમેર કલબ રોડથી ઓશવાળ કોલોનીને જોડતો ભગવતી હોસ્પિટલવાળો માર્ગ જેના પર ઓશવાળ કોલોની, શંકરટેકરી ઉદ્યોગનગર, રણજીતનગર સહિતના વિસ્તારો જોડાયેલા છે તે માર્ગ પર થોડા દિવસ પહેલાં કરાયેલા ખોદકામ પછી વ્યવસ્થિત સમારકામ કરાયું નથી.
આ રોડ પરથી ટુ વ્હીલરની ચોવીસેય કલાક અવરજવર રહે છે અને આ જાહેર રસ્તા પર ખોદકામ પછી વ્યવસ્થિત કામ કરવાની બદલે માત્ર કાંકરી પાથરી દેવામાં આવતા ટુ વ્હીલર સ્લીપ થઈ રહ્યા છે અને વાહનચાલકોને નાની મોટી ઈજા થઈ રહી છે. તેથી આ વિસ્તારના રહેવાસી શીરીષ એન. સાવલાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial