Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૦૦ એમ.એમ. ડાયાની મુખ્ય પાઈપલાઈનની મરામત માટે
જામનગર તા. ૪: જામનગરમાં સોલેરિયમ ઈએસઆર હેઠળના વિસ્તારમાં આજે પાણી વિતરણબંધ રાખવામાં આવ્યું છે. અહીં આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા. ૪-૬-ર૦ર૬, ગુરુવારે સોલેરિયમ ઈ.એસ.આર.માં સ્કાડા સિસ્ટમ અન્વયે ફ્લોમીટરની કામગીરી તથા પી.એન. માર્ગ પર આવેલ ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ પાસે આવેલ ૬૦૦ એમ.એમ. ડાયાની મુખ્ય પાઈપલાઈન લીકેજ રીપેરીંગનું કામ કરવાનું હોવાથી સોલેરિયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી પ, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલબહાદુર સોસા., પટેલ કોલોની ૧ થી ૧ર, મંગલબાગ ૧ થી ૪, આહિર બોર્ડિંગ, પુનાતર હોસ્પિટલવાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગરી, સ્વસ્તિક સોસા., પારસ સોસાયટી, સદ્ગુરુ કોલોની, હિંમતનગર ૧ થી પ, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતુઆશીષ, પટેલ કોલોની ૧ થી ૮ રોડ નં. ૪, પટેલવાડી વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
આ બંધ રહેલ વિસ્તારમાં પાણી વિતરણ તા. પ-૬-ર૦ર૬ ના કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial