Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
ખંભાળિયા તા.૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના (વિવેકાઘીન જોગવાઇ (સામાન્ય), (અનુ.જાતિ પેટા યોજના), ૫% પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલિકા) વગેરે યોજનાઓમાં વિકાસના ૨૫૨ કામો માટે રૂ।. ૯૩૦.૮૪ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ઝેડ.એ.બારૈયા દ્વારા સંકલિત માહિતી રજૂ કરાઈ હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ધારાસભ્ય મૂળુભાઇ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરૂ, જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક એન.આર. ટોપરાણી તેમજ તાલુકા પંચાયત, નગર પાલિકાના પદાધિકારીઓ, અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial