Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક વર્ષ પહેલાં નોંધાયો હતો દુષ્કર્મ-અપહરણનો ગુન્હોઃ
જામનગર તા. ૪: જામજોધપુરના એક શખ્સે દોઢેક વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં થયેલી ફરિયાદ પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે. જામજોધપુર શહેરમાં બાલવા ફાટક પાસે વસવાટ કરતા મયુર અજયભાઈ સોલંકી ઉર્ફે અજીત નામના શખ્સે જામજોધપુર પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સાડા બારેક વર્ષની પુત્રીનંુ ગયા વર્ષે લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યા પછી જામનગર લઈ જઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
જામજોધપુર પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો હતો. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકાર પક્ષે ૪૮ દસ્તાવેજી પુરાવા અને ૧૧ સાક્ષીની જુબાની રજૂ કરી હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી મયુર ઉર્ફે અજીત સોલંકીને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૪, ૬ હેઠળ ૨૦-૨૦ વર્ષની કેદ અને કલમ ૧ર હેઠળ ત્રણ વર્ષની કેદ તેમજ રૂ।.૩૫ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૪ લાખ વળતર પેટે ચૂકવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial