Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત્...!!!

તા. ૦૯-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશો કબજે કરવાની દાદાગીરી સામે વિશ્વના આક્રોશ છતાં ટસના મસ નહીં થતાં જીઓપોલિટીકલ ટેન્શન સતત વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત પણ ઘટાડા સાથે થઇ હતી. ભારતના જીડીપી વૃદ્ધિ માટેના નાણા વર્ષ ૨૦૨૬ ના પ્રથમ એડવાન્સ અંદાજ ૭.૪%ના આવતાં એક તરફ પોઝિટીવ પરિબળ સામે હજુ ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકીને લઈ ફંડો ઈન્ડેક્સ બેઝડ નવી મોટી પોઝિશન લેવાથી દૂર રહ્યા હતા.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૪% ઘટીને અને નેસ્ડેક ૦.૧૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૮ અને વધનારની સંખ્યા ૧૪૩૭ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, સર્વિસ, પાવર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૩૭,૯૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૩૭,૯૯૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૩૭,૫૨૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૮૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૩૭,૬૨૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૫૧,૦૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૫૧,૮૮૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૪૯,૦૧૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૧૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૪૯,૪૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (૮૫૦) : લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૮૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૮૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૮૬૩ થી રૂ।.૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એચડીએફસી લાઈફ (૭૬૯) : એ/ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૭૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૭૪૭ ના સપોર્ટથી આ સ્ટોક ૭૭૮ થી રૂ।.૭૮૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જેએસડબલ્યુ એનર્જી (૫૧૪) : રૂ।.૪૯૭ નો પ્રથમ તેમજ રૂ।.૪૯૦ બીજા પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૫૨૩ થી રૂ।.૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

યુનિયન બેન્ક (૧૬૭) : પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૧૭૨ થી રૂ।.૧૭૭ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૧૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ઉત્સાહજનક જીડીપી આંકડાઓના આધારે જોવામાં આવે તો ભારતીય શેરબજારની ભાવિ દિશા મધ્યમથી લાંબા ગાળે સકારાત્મક રહેવાની શક્યતા છે. મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને સર્વિસ સેક્ટરમાં સતત મજબૂત વૃદ્ધિના સંકેતોથી કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાની આશા છે, જેનો સીધો ફાયદો શેરબજારને મળી શકે છે. ખાસ કરીને કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને આઈટી જેવા સેક્ટરોમાં રોકાણકારોની રસપ્રતિષ્ઠા વધતી જોવા મળી શકે છે. મજબૂત આર્થિક ગતિના કારણે વિદેશી રોકાણકારો પણ ફરીથી ભારતીય બજારમાં સક્રિય બની શકે છે, જે બજારને વધુ આધાર આપશે.

બીજી તરફ, બજેટ પહેલા અને પછી શેરબજારમાં થોડી અસ્થિરતા રહેવાની શક્યતા નકારી શકાતી નથી. કૃષિ ક્ષેત્રમાં મધ્યમ વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે ચાલતી અનિશ્ચિતતાઓને કારણે કેટલાક સેક્ટરોમાં પસંદગી આધારિત ચાલ જોવા મળી શકે છે. તેમ છતાં, ૭.૪% ની અનુમાનિત જીડીપી વૃદ્ધિ દેશના આર્થિક પાયાને મજબૂત દર્શાવે છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે હકારાત્મક વાત છે. નીતિગત સુધારા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો ભાર અને સેવાઓ ક્ષેત્રની મજબૂતીને કારણે ભારતીય શેરબજારની કુલ દિશા ધીમે ધીમે ઊંચી તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh