Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરનાર શખ્સને ત્રણ વર્ષની સજાઃ
જામનગર તા. ૧૯: જામનગરમાં થોડા વર્ષ પહેલાં એક શખ્સે રાત્રિના સમયે નાસ્તો કરવા ગયેલા એક મહિલાને પોતાની પત્ની વિશે પૂછ્યા પછી બળજબરીથી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. તે ગુન્હામાં અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદ અને કુલ રૂ।.૩૯ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે શાળાએ જતી એક બાળકીને માર્ગમાં આંતરી લઈ એક શખ્સે અણછાજતી માગણી કરી હતી. તે કેસમાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ।.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના અંધાશ્રમ આવાસ પાસે રહેતા એક મહિલા અને તેમના ધર્મના ભાઈ થોડા વખત પહેલાં ખંભાળિયા નાકા પાસે રાત્રિના સમયે નાસ્તો કરવા માટે આવ્યા હતા. ત્યારે ત્યાં ધસી આવેલા હીરેનસિંહ વિજયસિંહ ઝાલા નામના શખ્સે મારી પત્ની ક્યા છે તેમ પૂછ્યા પછી આ મહિલાના શર્ટનો કોલર પકડી પછાડી દીધા પછી બળજબરીથી પોતાના સ્કૂટરમાં બેસાડી ઘરે લઈ જઈ મારકૂટ કર્યા પછી બળજબરીથી દારૂ પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું તેવી ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ અદાલતમાં ચાલવા પર આવતા સરકાર તરફથી રોકાયેલા પીપી મુકેશ જાનીએ પચ્ચીસ દસ્તાવેજી પુરાવા, પંદર મોખિક પુરાવા રજૂ કર્યા હતા તેને માન્ય રાખી અદાલતે આરોપી હીરેનસિંહ વિજયસિંહ ઝાલાને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૭૬ (૧)ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદ, રૂ।.૧પ હજારનો દંડ, આઈપીસી ૩૬૫ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ, રૂ।.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૮ના ગુન્હામાં સાત વર્ષની કેદ, રૂ।.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં એક વર્ષની કેદ રૂ।.ર હજારનો દંડ, આઈપીસી ૫૦૬ના ગુન્હામાં એક વર્ષની કેદ, રૂ।.ર હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં વસવાટ કરતા એક પરિવારની દસ વર્ષની પુત્રી વર્ષ ૨૦૨૩માં સવારના સમયે પોતાના ઘરેથી શાળાએ જવા માટે નીકળી ત્યારે સાયકલ પર આવેલા પ્રવીણ બાબુભાઈ મંડલી નામના શખ્સે તે બાળકીનો પીછો કરી રસ્તામાં રોકી લીધી હતી.
ત્યારપછી આ વિકૃત શખ્સે સાયકલ પરથી ઉતરી જઈ તે બાળા પાસે અણછાજતી માગણી કરી હતી. ડરી ગયેલી બાળકીએ ત્યાંથી પસાર થતા અન્ય વ્યક્તિને તેની વાત કરતા પ્રવીણને પકડી લઈ આ બાળકીને સ્થળે લઈ જવાયો હતો જ્યાં પ્રિન્સીપાલે બાળકીના પિતાને ફોન કરીને જાણ કરવા ઉપરાંત પોલીસને વાકેફ કરતા પોલીસ ટીમ ધસી આવી હતી અને પ્રવીણ બાબુ મંડલીને પોલીસ મથકે લઈ જવાયો હતો. જ્યાં આ બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુન્હો નોંધાયો હતો. ઉપરોક્ત કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે દસ દસ્તાવેજી પુરાવા અને આ બાળકી સહિત આઠ વ્યક્તિના મોખીક પુરાવા રજૂ કર્યા હતા. તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી પ્રવીણ બાબુભાઈ મંડલીને તકસીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને રૂ।.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર બાળકીને રૂ।.ર લાખ વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે. ઉપરોક્ત બંને કેસમાં સરકાર તરફથી પીપી મુકેશ પી. જાનીએ દલીલો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial