Advertisement
Author: નોબત સમાચાર

વિનાયક પાર્કમાં મેરેજ હોલ પાસે પડેલી બોલેરોમાંથી મળી આવી દારૂની ૩૬ બોટલ

પાર્ક કરેલી મોટરના માલિક-ચાલકની શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના રામેશ્વરનગર પાછળ વિનાયક પાર્કમાં પ્રશાંત મેરેજ હોલ પાસે રાખવામાં આવેલી એક પીકઅપ વાનની ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે પોલીસે તલાશી લેતા તે વાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૬ બોટલ મળી આવી હતી. બોટલ, વાહન મળી રૂ।.૪,૩૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને વાનના ચાલક-માલિકની શોધ આરંભાઈ છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ વિનાયક પાર્કમાં પાણીના ટાંકા પાસે આવેલા મેરેજ હોલ નજીક એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈરાત્રે ત્રણેક વાગ્યે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે રાખવામાં આવેલી જીજે-૧૦-ટીએક્સ ૮૯૬૭ નંબરની બોલેરો પીકઅપ વાનની પોલીસે તલાશી લીધી હતી. તે પીકઅપ વાનમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી પોલીસને જુદી જુદી બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ સાંપડી હતી. અંદાજે રૂ।.૩૯૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂ।.૪ લાખનું વાહન કબજે કરી લીધુ છે. આ વાહનના ચાલક તથા માલિકની શોધ શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh