Advertisement
Author: નોબત સમાચાર

ઈરાનમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ કે પરમાણુ પરીક્ષણ?: લોકોમાં ગભરાટ

જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલો નથીઃ અટકળોનું બજાર ગરમ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: ઈરાનમાં ૫.૫ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ છે. આ ભૂકંપનો આંચકો હતો કે ગુપ્ત પરમાણું પરીક્ષણ હતું તે અંગે અટકળો થઈ રહી છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પરમાણુ મંત્રણાના તણાવ વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. ૫.૫ની તીવ્રતાના આ ભૂકંપને કેટલાક લોકો ઈરાનનો ગુપ્ત 'પરમાણુ ટેસ્ટ' માની રહૃાા છે.

દક્ષિણ ઈરાનમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે સપાટી પર ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ઈરાન અત્યારે અમેરિકા સાથે યુદ્ધના મુહાણે ઉભું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હુમલાની ધમકી અને પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ભૂકંપ આવતા સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે. લોકો સવાલ ઉઠાવી રહૃાા છે કે શું ઈરાને ગુપ્ત રીતે કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? જોકે, સત્તાવાર રીતે આવી કોઈ પુષ્ટિ થઈ નથી.

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાન ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે હંમેશાં સક્રિય રહેતો વિસ્તાર છે. ૫.૫ની તીવ્રતા અને ૧૦ કિમીની ઊંડાઈ સામાન્ય રીતે કુદરતી ભૂકંપના દાયરામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અત્યારે આ ડેટાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે જેથી જાણી શકાય કે આ આંચકા કુદરતી હતા કે માનવસર્જિત. ઈરાન સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને હાઈ એલર્ટ પર રાખી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh