Advertisement
Author: નોબત સમાચાર

સચોટ સમાચારની પ્રચલીત પિરામીડ સ્ટાઈલ... લેખનના પ્રાચીન અને અર્વાચીન પ્રકારો...નવી દૃષ્ટિએ...

શું?, ક્યાં? ક્યારે?, શા માટે?, કેવી રીતે? કોણ? વગેરે પ્રશ્નોના જવાબ સાથે

                                                                                                                                                                                                      

અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, અને કોઈપણ વ્યક્તિ વીડિયો ઉતારીને કે ફોટા પાડીને મોબાઈલ સેલફોનના માધ્યમથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પરથી દુનિયા સમક્ષ મૂકી શકે છે. એવું પણ કહીં શકાય કે પ્રત્યેક વ્યક્તિ સ્વયં જ જર્નાલિસ્ટ બની શકે છે, પરંતુ તે માટે કેટલીક મૂળભૂત તાલીમ લેવી પડે, અને ચોક્કસાઈ પણ શિખવી પડે તેમ છે, કારણ કે વર્ષો સુધી જર્નાલિઝમનો કોર્સ કરેલા અથવા દાયકાઓ સુધી અનુભવોને કારણે 'અસ્સલ' પત્રકારની બરોબરી એમ જ સરળતાથી તો થવાની નથી જ ને?

લેખન એક કુદરતી બક્ષિસ

અને સમાચાર લેખન એક કલા

'લેખન' એ ત્રણ અક્ષરનો નાનકડો શબ્દ ત્રિકાળ અને ત્રિસ્તરિય બ્રહ્માંડને સમાવી લેતો શબ્દ છે. લેખન એ કુદરતી બક્ષિસ હોય છે, જે ઘણાં લોકોને જન્મથી જ ઉપલબ્ધ હોય છે, જ્યારે લેખનના વિવિધ પ્રકારો શિક્ષણ, તાલીમ, મહાવરા અને અનુભવના આધારે સિદ્ધ કરી શકાય છે. બ્રહ્માંડમાં ગૂંજતો અવાજ હોય કે ઈતિહાસ હોય, ભૂગોળ-ખગોળ હોય કે વિજ્ઞાન-તકનીકી હોય, આ તમામનો પરિચય લેખનથી જ થાય છે. વેદો-ઉપનિષદો-શાસ્ત્રોથી લઈને અત્યારના યુગના એ.આઈ.ને સમજવા માટે પણ શબ્દોની જ જરૂર પડે અને તે કોઈને કોઈ ઢબે 'લેખન' દ્વારા જ ઉદ્ભવી શકે છે.

'લેખન'ના વિવિધ પ્રકારો (પ્રચલીત)

જર્નાલિઝમનો અભ્યાસ કર્યો હોય અને અખબારી લેખનની તાલીમ લીધી હોય, તેઓ જાણતા જ હશે કે સમાચાર લેખન માટે પાંચ 'ડબલ્યુ'ના જવાબ મેળવવા જરૂરી હોય છે, જો કે હવે તેમાં બે એક એચ ઉપરાંત બે ડબલ્યુ પણ ઉમેરવા પડે તેમ છે, અને આ વધારાના ડબલ્યુ હવે ઉમેરવા જ પડે તેમ છે, જો કે તેની ચર્ચા આપણે પછીથી કરીશું.

લેખનના તો સંખ્યાબંધ પ્રકારો છે. દરેક ભાષાના મૂળાક્ષરોમાં લેખન થાય છે અને એ લેખનના માધ્યમથી જ લેખક (લખનાર) પોતાની વાત અન્ય વ્યક્તિ કે સમૂહને પહોંચાડે છે.

મૂળાક્ષરોમાંથી શબ્દ બને છે, અને તેમાંથી વાક્ય બને છે. વાક્યોનો સમૂહ અને તેમાંથી લેખનના વિવિધ પ્રકારો પ્રગટે છે, જને સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક, ભૌતિક, સાયન્ટિફિક, વૈજ્ઞાનિક, ધાર્મિક, વૈધાનિક, રાજનૈતિક, કુટનૈતિક, વ્યાપારિક, ઔદ્યોગિક, કલા-કૌશલ્ય અને નૈતિક તથા અનૈતિક જેવા અનેક પ્રકારોમાં વર્ણવી શકાય છે. આ પ્રકારના વિષયો પર કહેવતો, મહાવરા, કાવ્ય, ગઝલ, કવ્વાલી, ગીત, સાયરી, સંવાદ, ડાયલોગ, વાર્તા, વ્યંગ્ય, નવલિકા, નવલકથા, ગ્રન્થ, વેદ, ઉપનિષદના શ્લોક, લોક-સાહિત્યના દોહા-છંદ, રંગભૂમિના નેપથ્યથી થતા ઉચ્ચારો સહિતના વિવિધ સ્વરૂપોમાં 'લેખન' પ્રસ્તુત થાય છે, જેમાં સમાચાર, અહેવાલ, પ્રોસિડીંગ, લેખ, સાફલ્યગાથાઓ, અભ્યાસપત્રો, સંશોધન લેખો, પ્રસ્તાવો, દરખાસ્તો, અદાલતી પ્રક્રિયા અને ફેસલાઓ, વૈજ્ઞાનિક અને સાહિત્ય-ઈતિહાસના ક્ષેત્રે શોધપત્રો, બંધારણો, કાનૂનો, નિયમો, રાષ્ટ્રગાનો, રાષ્ટ્રગીતો વિગેરે અનેકવિધ પ્રકારના 'લેખન'નો સમાવેશ થઈ જાય છે.

૬ 'ડબલ્યુ'ની સાથે 'આર' અને એચ

આપણ સમાચાર લેખન માટે જે ભણાવવામાં આવે છે, તેમાં 'ડબલ્યુ'નું મહત્ત્વ છે. કોઈપણ સમાચાર લખવા માટે કઈ ઘટના ક્યાં બની, ક્યારે બની, કેમ બની? કોણે કર્યું, શા માટે કર્યું અને તેને સંલગ્ન પ્રશ્નોના જવાબો મેળવવા પડે. દૃષ્ટાંત તરીકે કોઈ દુર્ઘટના બની હોય તો તેનું સ્થળ, સમય, કારણ, ઘાયલો કે મૃતકો તથા કાર્યવાહીની વિગતો મેળવવી પડે, અને તે માટે પાંચ ડબલ્યુ પ્રચલીત છે, જેમાં હવે વધારો થયો છે. આ પદ્ધતિને પિરામીડ સ્ટાઈલ કહેવામાં આવે છે.

પહેલો પ્રશ્ન એ આવે કે શું બન્યું (ઉરટ્ઠં), ક્યાં બન્યું (ઉરીિી), ક્યારે બન્યું (ઉરીહ), શા માટે બન્યું (ઉરઅ), તેમાં કોણ કોણ સામેલ છે, તે માટે (ઉર્ર) એમ પાંચ પ્રશ્નોના જવાબ મેળવવા પડે. તેમાં કેવી રીતે ઘટના બની, તેનો એચ (ઁર્ુ) પણ ઉમેરાયો છે.

જો કે, વર્તમાન યુગમાં અનેક ઘટનાઓ એવી બનતી હોય છે, કે તેમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાતું હોય છે, તેવું હકીકતે હોતું જ નથી, અને જે હોય છે, તે પ્રારંભમાં દેખાતું નથી હોતું, પરંતુ પાછળથી પ્રગટ થતું હોય છે, અથવા સંશોધનાત્મક પત્રકારિત્વ, અજમાવીને શોધી કાઢવું પડતું હોય છે.

હવે પાંચ ડબલ્યુ (ઉ) અને એક 'એચ' (ઁ) માં એક વધુ 'ડબલ્યુ' (ઉ) અને એક 'આર' (ઇ) ઉમેરવો પડે તેમ છે, કારણ કે અત્યારના યુગમાં વધુ ચોક્સાઈ કરવી જરૂરી હોય છે.

કોઈપણ સમાચાર મળે, ટીપ્સ મળે કે કોઈપણ માધ્યમથી ઈન્ફર્મેશન મળે, તે પછી હવે તે સાચી છે કે ખોટી છે, તેની ખરાઈ પણ કરવી જ પડે છે... આ માટે જ હવે એક 'આર' એટલે કે રાઈટ અને એક વધુ 'ડબલ્યુ' એટલે કે રોંગનો ઉમેરો તો અનિવાર્યપણે કરવો જ પડે તેમ છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક જૂઠ્ઠાણાંઓ પણ ફેલાવાતા હોય છે, અને અફવાઓ પણ ફેલાવાતી હોય છે. સોશિયલ મીડિયાનો વ્યાપક સદ્ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ કેટલાક પરિબળો તેનો દુરૂપયોગ પણ કરી રહ્યા હોવાથી સતર્કતા રાખવી જરૂરી છે.

લેખનના પ્રકારો (અર્વાચીન)

અભ્યાસ (સિલેબસ) માં લેખનના પાંચ પ્રકારો બતાવાયા છે, જેને ન્યાયાત્મક, વર્ણનાત્મક, પ્રેરણાત્મક, ભાવનાત્મક અને કથાત્મક તરીકે વર્ણવાય છે. ઘણાં લોકો અખબારી-મીડિયા માટેના લેખનનું વર્ગિકરણ કરીને તેના પણ પાંચ પ્રકાર વર્ણવે છે, જેમાં અખબારો માટે લેખન (રાઈટીંગ) પત્રિકા (પેમ્ફલેટ્સ) માટેનું લેખન, ઓનલાઈન લેખન, લેખન, (ઓનલાઈન ડ્રાફ્ટીંગ), એસઈઓ લેખ એટલે કે વેબસાઈટો માટે સર્ચ એન્જિનો આધારિત લેખન તથા ફ્રિલાન્સ લેખન એટલે કે કોઈ ચોક્કસ પ્રેસ-મીડિયા કે ન્યૂઝ એજન્સી અથવા સરકારી-અર્ધસરકારી કે પ્રાઈવેટ મીડિયા હાઉસ સાથેે જોડાયેલા ન હોય, અને સ્વતંત્ર રીતે વિવિધ પ્રકારનું અથવા કોઈપણ એક વિષય પ્રકારનું લેખન તૈયાર કરીને પ્રેસ મીડિયાના વિવિધ એકમો, અખબારો કે મીડિયા હાઉસીસ, ન્યૂઝ એજન્સીઓને મોકલવામાં આવતું હોય, તેવું લેખન...

ઓનલાઈન રાઈટીંગમાં ઈન્ટરનેટના માધ્યમથી વેબસાઈટ, બ્લોગ, સોશિયલ મીડિયા, ઈ-મેઈલ અને ડિજિટલ વિશ્લેષણોને ગણી શકાય. અહીં રાઈટીંગના અર્થઘટન પ્રેસ-મીડિયા તથા ઈન્ફર્મેશનના સંદર્ભે થાય છે. આ ઉપરાંત સાયન્સ, ટેકનોલોજી, હિસ્ટ્રી, એડમિનિસ્ટ્રેશન સહિતના અનેકવિધ ક્ષેત્રો માટે લેખન અલગ અલગ પ્રકારોના હોય છે, અને આ વિષય એટલો વિશાળ છે કે તેના પર એક આખો અભ્યાસક્રમ ચલાવી શકાય છે, અથવા ગ્રન્થમાળાઓ સર્જી શકાય છે. અહીં જે અનુભવ અને અભ્યાસના સંયોજનની અત્યંત સંક્ષિપ્ત જે કોઈ વિગતો પ્રસ્તુત કરી છે, તે સંપૂર્ણ નથી, પરંતુ સંપૂર્ણ સ્ટડી તરફ જવાનું માધ્યમ જરૂર છે...

૩૦ મે હિંદી પત્રકારિત્વ દિવસ

દર વર્ષે ૩૦ મે ના દિવસે હિંદી પત્રકારિત્વ દિવસ ઉજવાય છે. વર્ષ ૧૮ર૬ ની ૩૦ મી મે ના દિવસે પંડિત જુગલ કિશોર શુકલ દ્વારા હિંદી ભાષાનું પહેલું અખબાર પ્રસિદ્ધ કરાયું હતું, જેનું નામ હતું 'ઉદન્ત માર્તન્ડ'...

તેઓ કાનપુરના વતની હતાં, પરંતુ તેઓની કર્મભૂમિ કોલકાતા હતી. તેઓ વ્યવસાયે વકીલ હતાં. તેઓએ બ્રિટિશ શાસન દરમિયાન હિંદી સાપ્તાહિક શરૂ કર્યું હતું, જે દર મંગળવારે વાચકો સુધી પહોંચતું હતું. તે સમયે અંગ્રેજી, ઉર્દુ, બાંગલા અને ફારસી ભાષામાં ભારતમાં અખબારો પ્રસિદ્ધ થતા હતાં, પરંતુ હિંદી ભાષાનું એક પણ અખબાર નહોતું, જો કે વર્ષ ૧૮૧૮-૧૯ માં કોલકાતાની સ્કૂલોમાં બાંગલા અખબાર 'સમાચાર દર્પણ'માં કેટલોક હિસ્સો હિંદીમાં છપાયો હતો, પરંતુ તે સમયે પૂરેપૂરૂ હિંદી ભાષામાં પ્રસિદ્ધ થતું એક પણ નિયમિત અખબાર નહોતું, તેમ કહેવાય છે. આ અખબાર નાણાકીય તંગીના કારણે ચોથી ડિસેમ્બર ૧૮ર૬ ના દિવસે આ અખબાર બંધ થયું હોવાના ઉલ્લેખો મળે છે.

આજે તો હિંદી અખબારોની પણ બોલબાલા છે, પરંતુ બ્રિટિશ શાસનને પડકાર ફેંકનાર અખબારની સ્થાપના તથા 'ઉગતા સૂરજ'ના પ્રતીક સમા પંડિત જુગલકિશોર શુક્લની યાદમાં દર વર્ષે ૩૦ મી મે ના દિવસે હિંદી પત્રકારિત્વ દિવસ ઉજવાય છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh