Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં આઠ નવી સરકારી હાઈસ્કૂલને મંજુરી

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: વર્ષ ર૦ર૬-ર૭ ના અંદાજપત્રમાં રાજ્યની બિનઆદિવાસી વિસ્તારની ૮પ સરકારી માધ્યમિક શાળાઓ અને તેના મહેકમ તથા ૩ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને તેનું મહેકમ તથા આદિવાસી વિસ્તારની ૧૦ સરકારી માધ્યમિક શાળાઓ કરવાની દરખાસ્ત મંજુર થઈ છે, જેમાં હાલારની ૮ શાળાનો સમાવેશ થાય છે.

રાજ્યની ૮પ શાળા શરૂ કરવા માટે બજેટમાં રૂ।. ૪.૪૩ કરોડની જોગવાઈને મંજુરી માટેની દરખાસ્ત થઈ હતી, જે સરકારમાં વિચારણા હેઠળ હતી, જેને મંજુરી આપવામાં આવી છે.

હાલારની ૮ નવી શાળાને મંજુરી આપવામાં આવી છે. તેમાં જામનગર શહેર વિસ્તારની પાંચ શાળાનો સમાવેશ થાય છે, જેમાં નવાગામ ઘેડ, રાંદલનગર, દિગ્જામ સર્કલ, ગોકુલનગર, અને ધરારનગર-૧ નો સમાવેશ થયો છે, જ્યારે ધ્રોળ તાલુકાના માજોઠમાં એક શાળા મળી જામનગર જિલ્લાની ૬ શાળા નવી શરૂ થશે.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાવલ (તા. કલ્યાણપુર), હનુમાન ઘાટ વિસ્તાર અને ભીમરાણા (તા. દ્વારકા) માં નવી શાળા શરૂ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh