Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરે પૂનમના મંગળા દર્શનના ક્રમમાં ફેરફાર

અધિક માસની પૂર્ણિમા પર એક કલાક વહેલા મંગળા થશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩૦:  દ્વારકાના જગતમંદિરે આવતીકાલે તા. ૩૧-૫-૨૬ના રવિવારે અધિક માસની પૂર્ણિમા પર બહોળી સંખ્યામાં ભક્તો ઉમટવાની સંભાવનાને ધ્યાને લઈ મંગળા આરતી તથા મંગળા દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એક કલાક વહેલી આરતી કરવામાં આવશે.

આવતીકાલે પૂનમના મંગળા આરતી સવારે ૫ કલાકે થશે તથા મંગળા દર્શન સવારે ૫ થી ૮ કલાક સુધી થશે. એ પછીનો સેવા અને દર્શન ક્રમ રાબેતા મુજબ રહેશે. મંદિરના ટ્રસ્ટના હોદ્દેદાર દ્વારા ભક્તોને આ ફેરફાર ધ્યાને લેવા તથા વ્યવસ્થા જાળવણીમાં મંદિર સંચાલકોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh